Hardik Pandyaએ શેર કરી ઘડિયાળની તસવીરો, કિંમત જાણી તમે ચોંકી ઉઠશો

|

Aug 26, 2021 | 3:52 PM

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ તાજેતરમાં તેની 5 કરોડની કિંમતની મોંઘી ઘડિયાળનો ફોટો પોસ્ટ કર્યો હતો.

Hardik Pandyaએ શેર કરી ઘડિયાળની તસવીરો, કિંમત જાણી તમે ચોંકી ઉઠશો
સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા

Follow us on

Hardik Pandya : હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ (instagram)પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં તેણે પોતાની એક ઘડિયાળનો ફોટો પણ શેર કર્યો છે. હવે આ ઘડિયાળે સોશિયલ મીડિયા (Social media) પર ધૂમ મચાવી છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ભવ્ય વસ્તુઓના શોખીન તરીકે જાણીતા છે, જે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ખૂબ જ એકટિવ રહે છે. તેના ઘરથી લઈને તેના પોશાક સુધી, 27 વર્ષનો આ ક્રિકેટર મોંઘી બ્રાન્ડ (Brand)નો ચાહક છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

પંડ્યા હાલમાં અબુ ધાબીમાં છે, 19 સપ્ટેમ્બરથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)(IPL)2021શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે. તાજેતરની પોસ્ટમાં તે રોલ્સ રોયસ કુલીનનમાં, ટેન્ક ટોપ, ટોપી પહેરીને જોઈ શકાય છે. હાર્દિક પંડ્યાએ Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી છે, જેની કિંમત પાંચ કરોડ રૂપિયાથી વધુ છે. હાર્દિક પંડ્યાને મોંઘી ઘડિયાળ સિવાય લક્ઝરી કારનો પણ શોખ છે.ઘડિયાળની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે પ્લેટિનમથી બનેલી છે અને તેની કિંમત અંદાજે 5 કરોડ છે.

અગાઉ પંડ્યાએ તેના મોટા ભાઈ ક્રુણાલ સાથે મુંબઈમાં 8 BHK ફ્લેટ ખરીદ્યો હતો. તેનો ફ્લોર એરિયા 3838 ચોરસ ફૂટ છે જેની કિંમત લગભગ 30 કરોડ છેઆઈપીએલ 2021 19 સપ્ટેમ્બરથી યુએઈમાં ફરી શરૂ થવાની તૈયારીમાં છે,

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમ ઇન્ડીયા (Team India) માટે એક મહત્વનો ઓલરાઉન્ડર છે. જોકે તેને મોટા સ્તર પર ક્રિકેટમાં IPL ના પ્લેટફોર્મ પુરુ પાડ્યુ હતુ, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) તરફ થી રમીને તેણે સૌને પોતાની તરફ આકર્ષ્યા હતા. બરોડા ક્રિકેટ ટીમ તરફ થી ઘરેલુ ક્રિકેટ રમતા હાર્દિક પંડ્યાને આઇપીએલ (IPL)માં 2015માં તક મળી હતી.

તેણે રમેલી રમતને લઇને તે સતત ફેંસનુ ધ્યાન પોતાની તરફ ખેંચતો હતો. તેની આઇપીએલની રમત વડે બીસીસીઆઇ ની નજર પણ તેની તરફ ખેંચાઇ હતી. આઇપીએલ થી લાઇમ લાઇટમાં આવેલા હાર્દિકને ટીમ ઇન્ડીયામાં પહોંચવામાં સફળતા મળી શકી હતી.

મુંબઇ તરફથી રમતા 2017માં તેણે અશોક ડિંડાની બોલીંગમાં ઇનીંગની અંતિમ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. તેણે તે રેકોર્ડ નોંધાવ્યો હતો. 2018માં મુંબઇ ઇન્ડીયન્સે તેને 11 કરોડથી ફરીથી ખરીદ કર્યો હતો. હાર્દીક પંડ્યા માટે કહેવાય છે કે, તેની બેટીંગ કરતા તેની બોલીંગ વધુ ઇંપ્રેસીવ છે
આ પણ વાંચો : ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ ? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Next Article