IND vs WI: યુઝવેન્દ્ર ચહલ વધુ 5 વિકેટ ઝડપતા જ રચી દેશે ઈતિહાસ, આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બનશે!

|

Aug 12, 2023 | 4:45 PM

T20 શ્રેણીમાં ભારતીય ટીમે શરુઆતની બંને મેચમાં હારનો સામનો કર્યો હતો, અંતિમ બંને મેચમાં જીત સિરીઝની ટ્રોફી હાથમાં ઉપાડવાનો મોકો આપી શકે છે. 5 મેચની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1 થી આગળ છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે.

IND vs WI: યુઝવેન્દ્ર ચહલ વધુ 5 વિકેટ ઝડપતા જ રચી દેશે ઈતિહાસ, આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બનશે!
આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બનશે!

Follow us on

ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ હવે અંતિમ તબક્કામાં છે. રવિવારે રમાનારી T20 સિરીઝની અંતિમ અને પાંચમી મેચ સાથે ભારતીય ટીમનો કેરેબિયન પ્રવાસ પૂર્ણ થઈ જશે. જોકે ભારતીય ટીમે અંતિમ બંને મેચમાં પૂરો દમ દેખાડવો જરુરી છે. T20 શ્રેણીમાં ભારતીય ટીમે શરુઆતની બંને મેચમાં હારનો સામનો કર્યો હતો, અંતિમ બંને મેચમાં જીત સિરીઝની ટ્રોફી હાથમાં ઉપાડવાનો મોકો આપી શકે છે. 5 મેચની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1 થી આગળ છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે.

યુઝવેન્દ્ર ચહલ વધુ 5 વિકેટ ઝડપવા સાથે જ તે ભારતીય ક્રિકેટરોમાં પ્રથમ ખેલાડી નોંધાશે જે T20 ફોર્મેટમાં 100 વિકેટ ઝડપી ચૂક્યો હશે. અંતિમ બંને મેચ ફ્લોરિડામાં રમાનારી છે અને બંને મેચમાં ભારતીય ટીમ જીત મેળવવા માટે પૂરો દમ લગાવશે. જમાં યુઝવેન્દ્ર ચહલના ખભા પર પણ મોટી જવાબદારી રહેશે.

100 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય

ચહલ શનિવારે આ કમાલ કરવામાં સફળ રહેશે, તો તે આમ કરનારો પ્રથમ ભારતીય બોલર બનશે. વિશ્વમાં 100 વિકેટ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઝડપનારો તે 8મો બોલર બનશે. યુઝવેન્દ્ર ચહલ અત્યાર સુધીમાં ટી20 ફોર્મેટમાં 95 શિકાર ઝડપ્યા છે. આ વિકેટ ચહલે 78 મેચમાં જ ઝડપી છે. આ દરમિયાન ચહલની ઈકોનોમી 8.12 ની રહી છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 18.06 રહ્યો છે. બેસ્ટ બોલિંગ પ્રદર્શન 25 રન આપીને 6 વિકેટનુ રહ્યુ છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સૌથી વધારે વિકેટ ઝડપવામાં શાકીબ અલ હસનનુ નામ સૌથી આગળ છે. શાકીબ બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 140 વિકેટ પોતાના નામે કરી છે. શાકીબ બાદ ન્યુઝીલેન્ડના બે ખેલાડી ટિમ સાઉથી અને ઈશ શોઢીનુ નામે છે. જયારે અફઘાન સ્ટાર ખેલાડી રાશીદ ખાન પણ 100 શિકાર ઝડપી ચૂક્યો છે. લસિથ મલિંગા અને પાકિસ્તાનના શાદાબ ખાન, બાંગ્લાદેશનો મુસ્તાફિઝુર પણ 100 વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

સૌથી વધારે વિકેટ ઝડપનારા બોલર

  1. શાકીબ અલ હસન, બાંગ્લાદેશ 140 વિકેટ
  2. ટિમ સાઉથી, ન્યુઝીલેન્ડઃ 134 વિકેટ
  3. રાશિદ ખાન, અફઘાનિસ્તાનઃ 130 વિકેટ
  4. ઈશ સોઢી, ન્યુઝીલેન્ડઃ 118 વિકેટ
  5. લસિથ મલિંગા, શ્રીલંકાઃ 107 વિકેટ
  6. શાદાબ ખાન, પાકિસ્તાનઃ 104 વિકેટ
  7. મુસ્તાફિઝુર રહેમાન, બાંગ્લાદેશઃ 103 વિકેટ

 

આ પણ વાંચોઃ Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:37 pm, Sat, 12 August 23

Next Article