નાનકડી દુકાન ચલાવનાર યુવક છવાયો! એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કોલ કર્યા, હવે આ વાતમાં રજત પાટીદારનું શું છે ‘કનેક્શન’?

હાલમાં જ એક ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની છે. વાત એમ છે કે, એક નાનકડી દુકાન ચલાવનાર યુવકને એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કર્યા અને તેની સાથે વાત કરી.

નાનકડી દુકાન ચલાવનાર યુવક છવાયો! એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કોલ કર્યા, હવે આ વાતમાં રજત પાટીદારનું શું છે કનેક્શન?
| Updated on: Aug 10, 2025 | 6:58 PM

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના એક યુવકને ક્રિકેટર રજત પાટીદારનો મોબાઇલ નંબર મળતાં ભારે હોબાળો મચી ગયો હતો. જણાવી દઈએ કે, ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની હતી.

આ કારણે મનીષ બિસી નામના યુવકને વિરાટ કોહલી, યશ દયાલ અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટ સ્ટાર્સના ફોન આવવા લાગ્યા. વિરાટ કોહલીના મોટા ફેન મનીષને ભૂલથી આ નંબર મળી ગયો હતો. જો કે, બાદમાં પોલીસે રજત પાટીદારને આ નંબર પરત કર્યો.

જાણો શું છે સમગ્ર ઘટના

આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે 21 વર્ષીય મનીષ બિસીને ક્રિકેટ ખેલાડીઓના ફોન આવવા લાગ્યા. મનીષ મડાગાંવ ગામનો રહેવાસી છે. ગારિયાબંદના એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું હતું કે, આ નંબર લગભગ 6 મહિનાથી બંધ હતો.

કંપનીના નિયમો અનુસાર, જે નંબર 6 મહિનાથી વધુ સમય માટે ઉપયોગમાં લેવાતો નથી તે અન્ય ગ્રાહકોને આપવામાં આવે છે. કદાચ આ કારણે જ મનીષને આ નંબર મળ્યો હતો. એસપીએ કહ્યું, ‘આ એક વોટ્સએપ નંબર હતો અને કદાચ છેલ્લા છ મહિનાથી ઉપયોગમાં નહોતો. અમે હવે આ નંબર ક્રિકેટર રજત પાટીદારને પરત કરી દીધો છે.’

મનીષે જૂનના અંતમાં દેવભોગમાં એક મોબાઇલ શોપમાંથી નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું. એક અઠવાડિયા પછી, તેના મિત્ર ખેમરાજે તેને વોટ્સએપ એક્ટિવ કરવામાં મદદ કરી હતી. પાટીદારનો ફોટો વોટ્સએપ પર આપમેળે દેખાવા લાગ્યો.

શરૂઆતમાં, મનીષ અને ખેમરાજને લાગ્યું કે આ કોઈ ટેકનિકલ ખામી હોઇ શકે છે. જો કે, ત્યારબાર વિરાટ, એબી ડી વિલિયર્સ અને અન્ય ખેલાડીઓના નામે કોલ આવવા લાગ્યા અને બધા મનીષને રજત પાટીદાર કહી રહ્યા હતા. શરૂઆતમાં, મનીષ અને ખેમરાજનેને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. આથી તેઓએ 15 દિવસ સુધી ફોન કરનારાઓ સાથે વાત કરી.

પાટીદારને સિમ મોકલવામાં આવ્યું

પાટીદાર પોતાનો જૂનો નંબર વાપરી ન શક્યો ત્યારે આ મામલો ગંભીર બન્યો. આ પછી તેણે મધ્યપ્રદેશ સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલે ગારિયાબંધ પોલીસ સાથે વાત કરી. પોલીસ ટીમ ગામમાં ગઈ અને સિમ પાછું મેળવ્યું. બાદમાં, પાટીદારને સિમ મોકલવામાં આવ્યું. યુવાનોએ કહ્યું કે, આ ઘટના તેમના માટે યાદગાર રહેશે. તેમને આશા છે કે, પાટીદાર કોઈ દિવસ તેમને મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો