
વિકેટકીપર બેટ્સમેન 28 વર્ષીય સ્મિત પટેલે (Smit Patel) ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો છે. સ્મિત પટેલે ઓછી ઉંમરે નિવૃત્તી જાહેર દીધી છે. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, સ્મિત અમેરિકામાં પોતાનું ક્રિકેટ કરિયર બનાવશે. સાથે જ તે IPL સિવાય હવે વિદેશી ક્રિકેટ લીગમાં રમવા માટે પણ સ્વતંત્ર થઈ ચુક્યો છે.
અમદાવાદમાં જન્મેલ સ્મિત પટેલ ગુજરાત અને ત્રિપુરાની ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. સ્મિતે કહ્યું હતુ કે, મેં BCCI સાથે તમામ પેપર વર્ક પુરુ કરી દીધુ છે. મેં તેમને નિવૃત્તી પત્ર મોકલી આપ્યો છે. જેને લઈને હવે મારો ભારતીય ક્રિકેટ સાથેનો પ્રવાસનો અંત આવ્યો છે. પટેલને આમ પણ યોગ્ય તક પણ મળી નહોતી રહી, જે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે.
નિવૃત્તી જાહેર કરનારા ટોપ ઓર્ડરના બેટ્સમેન સ્મિત પટેલ છેલ્લે બરોડા વતી રમ્યો હતો. તેણે 55 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. જેમાં 3,728 રન કર્યા છે. જે દરમ્યાન 11 સદી અને 14 અડધીસદી લગાવી છે. તેનો સૌથી હાઈએસ્ટ સ્કોર 236 રનનો નોંધાવ્યો હતો. તેમજ તે 2012ના અંડર 19 વિશ્વકપ વિજેતા ટીમનો સભ્ય હતો.
પટેલ આ વર્ષે કેરેબિયન પ્રિમિયર લીગ એટલે કે CPLમાં ભાગ લેશે. જે IPL 2021 પહેલા રમાનાર છે. CPLની શરુઆત 28 ઓગષ્ટે શરુ થશે અને 19 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે. સ્મિત પટેલ જેસન હોલ્ડરની કેપ્ટનશીપ ધરાવતી બાર્બાડોઝ ટ્રીડેંટ્સ ટીમનો હિસ્સો રહેશે.
CPLમાં ગત વર્ષે ભારતીય લેગ સ્પિનર પ્રવિણ તાંબે ત્રિનિદાદ એંનડ ટોબૈગો તરફથી રમ્યા હતા. જે ટીમના કેપ્ટન કેપ્ટન કિયરોન પોલાર્ડ છે. જેમણે ગત સિઝનને જીતી હતી.
આ પણ વાંચો: બાઇક સ્ટંટનુ પરાક્રમ બતાવતા Navdeep Saini ના ફેન્સ થયા ખફા, વિડીયો ને લઇ થયો ટ્રોલ, જુઓ વિડીયો