એશિયા કપ (Asia Cup 2023) અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ પૂરી ક્ષમતા અને બેસ્ટ ફિટનેસ સાથે સારું પ્રદર્શન કરે એ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે બેંગલુરુમાં ખાસ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં હાજર દરેક ખેલાડીઓનો યો-યો ટેસ્ટ (Yo-Yo Test) કરવામાં આવ્યો હતો, જેમાં બે નામ એવા હતા જેમનો ટેસ્ટ હજી થયો નથી. આ બે ખેલાડીઓ છે, કેએલ રાહુલ (KL Rahul) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer).
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પ બેંગલુરુના અલુરમાં ચાલી રહ્યો છે, જેમાં એશિયા કપ-2023ની ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.જેમાં કેટલાક બોલરોને નેટ બોલર તરીકે તેની સાથે જોડાવાની તક મળી. આ કેમ્પમાં બધાની નજર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પર છે. બંને ઈજામાંથી પરત ફરી રહ્યા છે.
કેમ્પની શરૂઆત પહેલા તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર રાહુલ અને અય્યરનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. જોકે, રાહુલે નેટ્સ પર ઘણો પરસેવો પાડ્યો અને બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. આ સાથે જ કેમ્પમાં એવા સંકેતો પણ મળ્યા છે કે ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર કેવો હશે. જેમાં ખાસ કરીને વિરાટ કોહલીના બેટિંગ ક્રમે ચર્ચા જગાવી છે.
KL Rahul and Shreyas Iyer in the practice session. pic.twitter.com/yiGQ6VRdHO
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2023
તમામ ખેલાડીઓએ પોતાની ફિટનેસ ચકાસવા માટે યો-યો ટેસ્ટ આપ્યો હતો. પરંતુ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે આ ટેસ્ટ આપ્યો ન હતો. રાહુલ અને અય્યરનો પછીથી યો-યો ટેસ્ટ થશે. આ કેમ્પમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા સહિત આયર્લેન્ડ પ્રવાસ પર ગયેલા કોઈ ખેલાડી નથી.
આ પણ વાંચો : Asia Cup 2023: વિરાટ કોહલીના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય, પ્રેક્ટિસ સેશનમાં મળ્યા સંકેત
તમામ ખેલાડીઓએ કેમ્પ પહેલા તેમની ફિટનેસ ચકાસવા માટે યો-યો ટેસ્ટ આપ્યો હતો. પરંતુ રાહુલ અને અય્યરે આ ટેસ્ટ આપ્યો ન હતો. વેબસાઈટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે રાહુલ અને અય્યરનો યો-યો ટેસ્ટ પછીથી થશે. આ કેમ્પમાં એવા કોઈ ખેલાડી નથી જે આયર્લેન્ડના પ્રવાસે ગયા હોય, જેમાં જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા અને સંજુ સેમસનનું નામ સામેલ છે. આ તમામ આગામી એક-બે દિવસમાં કેમ્પમાં આવશે અને ત્યારબાદ તેમનો યો-યો ટેસ્ટ પણ થશે.
Published On - 11:50 am, Sat, 26 August 23