Yashpal Sharma Death: વિશ્વકપ 1983 ના હિરો યશપાલ શર્માના કરિયરને દિશા આપવાનું કામ દિલીપકુમારે કર્યું હતું

|

Jul 13, 2021 | 2:31 PM

યશપાલ શર્મા (Yashpal Sharma) એ વિશ્વકપમાં પ્રથમ મેચથી લઇને ભારતને ફાઇનલમાં પહોંચાડવા માટે જબરદસ્ત યોગદાન આપ્યું હતું. પ્રથમ મેચમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે જીત અપાવતી ઇનીંગ રમી હતી.

Yashpal Sharma Death: વિશ્વકપ 1983 ના હિરો યશપાલ શર્માના કરિયરને દિશા આપવાનું કામ દિલીપકુમારે કર્યું હતું
Yashpal Sharma-Dilip Kumar

Follow us on

ભારતીય ક્રિકેટ જગત યશપાલ શર્મા (Yashpal Sharma) ના નિધનથી શોકમગ્ન બની ચુક્યુ છે. વિશ્વકપ (World Cup) 1983 ના હિરો યશપાલ શર્મા 66 વર્ષની વયે અંતિમ શ્વાલ લીધા છે. મિડલ ઓર્ડર રમતા યશપાલ શર્મા એક સમયે મધ્યક્રમના મહત્વના ખેલાડી હતા. તેઓનું ભારતીય ટીમમાં આવવાનું કારણ પણ રસપ્રદ છે.

તેઓ મહાન અભિનેતા સ્વર્ગસ્થ દિલીપ કુમાર (Dilip Kumar) ના કારણે ભારતીય ટીમનો હિસ્સો બની શક્યા હતા. સંયોગો પણ એવા સર્જાયા છે કે, યશપાલ શર્મા અને દિલીપકુમાર બંને નજીક દિવસોમાં દુનિયાને અલવિદા કહી છે.

સુપરસ્ટાર દિલીપ કુમારની મોટી ભૂમિકા રહી હતી કે, યશપાલ શર્માને ક્રિકેટ ટીમમાં સ્થાન મળે. યશપાલ શર્માના ક્રિકેટ કરિયરના પાયામાં દિલીપ કુમાર રહ્યા હતા. યશપાલ શર્મા આ વાતને પોતાના જ શબ્દોથી એક વાર એક ટીવી શોમાં કહી હતી. દિલીપ કુમારની ચિંધેલી આંગળી એ ભારતને વિશ્વકપ જીતવામાં મદદરુપ બની શકી હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

યશપાલ શર્માએ કહ્યુ હતું, દિલીપકુમારે તેમના કરિયરની દિશા બદલી હતી. તેમના કારણે તેઓ ભારતીય ટીમ સુધી પહોંચી શક્યા હતા. દિલીપકુમારને તેઓ પોતાના પસંદગીના અભિનેતા યશપાલ શર્મા બતાવતા હતા. તેઓ કહ્યુ હતું કે દિગ્ગજ અભિનેતાને તેઓ હંમેશા યુસુફભાઇ કહેતા હતા. તેમણે કહ્યુ હતું કે, ક્રિકેટમાં મારુ ભવિષ્ય બનાવનારા તેઓ છે. જેઓએ મને રણજી ટ્રોફીથી BCCI સુધી પહોંચાડ્યો હતો. તેમનુ નામ યુસુફ ભાઇ છે. જેને તમે બધા દિલીપ કુમારના નામથી જાણો છો. હું તેમની સાથે ઇમોશનલી જોડાયેલો છુ, કારણ કે તેઓ બિમાર થાય તો મને તકલીફ થાય છે.

એક મેચ જોઇને BCCI ને કરી ભલામણ

આગળ યશપાલ શર્મા એ કહ્યુ હતું, મારી એક રણજી ટ્રોફી મેચ જુએ છે પ્રથમ વાર. હું બીજી ઇનીંગમાં શતકની એકદમ નજીક હોઉ છુ. એ જોઇને તેઓએ BCCI ને વાત કરી કે, પંજાબનો છોકરો આવ્યો છે. તમે તેને જુઓ, તેનામાં એ કળા છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી શકે છે. મારી એક મેચ જોઇને BCCI ને બતાવવું અને મારા માટે આંતરરાષ્ટ્રીય સ્તરનો માર્ગ ખુલ્યો. તેનુ કારણ યુસુફ ભાઇ બન્યા હતા.

વિશ્વકપ 1983 માં આમ જીતાડી ટીમને

યશપાલ શર્માના કરિયરમાં સૌથી મોટો અવસર 1983 ના વિશ્વકપ દરમ્યાન મળ્યો હતો. જે ભારતીય ક્રિકેટ માટે પણ ટર્નિંગ પોઇન્ટ સાબીત થયો હતો. તે વિશ્વકપમાં યશપાલે કેટલીક મહત્વની રમત રમી હતી. વેસ્ટઇન્ડીઝ સામે પ્રથમ મેચમાં જ તેમણે 89 રનની રમત રમી હતી. જે ઇનીંગ વિજેતા રમત બની હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલીયા સામે 40 રનની ઇનીંગ રમી હતી. સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 61 રનની ઇનીંગ રમી હતી. ઇંગ્લેન્ડ સામેની તેમની રમતે ટીમને જીત અપાવી હતી.

યશપાલ શર્માનું કરિયર

તેઓનુ કરિયર સાડા છ વર્ષ ચાલ્યુ હતું. યશપાલ શર્મા ભારતીય ટીમ વતીથી 42 આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમી હતી. જેમાં તેઓએ 883 રન રન બનાવ્યા હતા. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેઓે 37 મેચ રમી હતી. ભારત વતીથી ટેસ્ટ ક્રિકેટમાં રમતા 1606 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેઓે 34 ની સરેરાશથી રમત રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેઓના નામે બે શતક નોંધાયા હતા.

 

આ પણ વાંચોઃ Cricket: યશપાલ શર્મા એ વિશ્વકપ 1983 ની વિજેતા ટીમમાં આપ્યુ હતુ મહત્વનુ યોગદાન, જીતથી કરાવી હતી શરુઆત

Next Article