IPL 2023 નો રોમાંચ જબરદસ્ત બન્યો છે. યુવા ખેલાડીઓ પોતાનો દમ દેખાડી રહ્યા છે. ભારતીય બેટર અને બોલર્સ પણ જબરદસ્ત દેખાવ કરી રહ્યા છે. સિઝનને પ્લેઓફની રેસ ખેલાડીઓના પ્રદર્શને ખૂબ જ રોમાંચક બનાવી દીધી છે. આ દરમિયાન ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરી હતી. જયસ્વાલે IPL ની સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી. જયસ્વાલે માત્ર 13 બોલમાં જ અડધી સદી ફટકારી હતી, જેને લઈ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવાની માંગ ઉઠી છે. આ માંગ પહેલા ચર્ચા ખાસ કારણને લઈ જાગી છે.
જય શાહે ટ્વીટ કર્યુ હતુ અને જયસ્વાલની બેટિંગના ખૂબ જ વખાણ કર્યા હતા. જેને લઈ હવે જયસ્વાલને લઈ અટકળો તેજ બની ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે, હવે જયસ્વાલનુ ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કુ બની શકે છે. રાજસ્થાન માટે તોફાની શરુઆત કરતા જયસ્વાલે ઈનીંગની પ્રથમ ઓવરમાં જ 26 રન નોંધાવ્યા હતા.
બીસીસીઆઈના સચિવ જય શાહે ઉભરતા યુવા ખેલાડીને વખાણ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવે યુવા ખેલાડીને પ્રોત્સાહિત કરવા રુપ કરેલુ ટ્વીટ ખૂબ જ પસંદ ચાહકોને આવી રહ્યુ છે. ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જરુરી પણ છે. જે કામ જય શાહે કરીને ખૂબ પ્રસંશા મેળવી છે. જોકે બીસીસીઆઈના સચિવે ટ્વીટ કરવાને લઈ હવે જયસ્વાલનુ ટીમ ઈન્ડિયામાં ઝડપથી સ્થાન હોઈ શકવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
A special knock by young @ybj_19 for hitting the fastest IPL fifty. He has shown tremendous grit and passion towards his game. Congratulations on achieving history. May you continue this fine form in future. #TATAIPL2023
— Jay Shah (@JayShah) May 11, 2023
આમ તો સામાન્ય રીતે જોવામાં આવે તો જય શાહ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં કોઈ ટ્વીટ કરે છે. આવામાં જય શાહે યશસ્વી જયસ્વાલ માટે ટ્વીટ કર્યુ હતુ અને તેના વખાણ કરતા જ ચાહકો જ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટરો પણ પોત પોતાના મત લગાવી ટીમ ઈન્ડિયામાં સમાવેશને લઈ પોતાની વાત રજૂ કરવા લાગ્યા હતા. પૃથ્વી શોને લઈને આ પહેલા એક ટ્વીટ કર્યુ હતુ અને ટૂંકા સમયમાં પૃથ્વીને મોકો મળ્યો હતો.
Another entry into the record books! What an extraordinary inning @PrithviShaw! Congratulations on hitting the second-highest Ranji Trophy score of all time. A talent with immense potential. Super proud! @BCCIdomestic pic.twitter.com/0MsturQSpD
— Jay Shah (@JayShah) January 11, 2023
આ સિવાય સુરેશ રૈનાએ પણ કહ્યુ હતુ કે, જો પોતે ભારતીય ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોત તો, યશસ્વી જસ્વાલને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરી લેતો. જોકે રૈના હાલમા માત્ર પૂર્વ ભારતીય ક્રિકેટર છે, જેના કહેવાથી જયસ્વાલની પસંદગી થઈ શકે એમ નથી, પરંતુ માહોલ જરુર બની શકે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:41 pm, Fri, 12 May 23