યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પણ સામેલ છે. જો કે આ બંનેમાંથી પહેલા ડેબ્યૂ કરવાની તક કોને મળશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ ટેસ્ટ ડેબ્યૂ પહેલા બંને ખેલાડીઓ BCCIના અલગ પ્રોજેક્ટમાં ડેબ્યૂ અને ઓપન કરશે એ નક્કી થઈ ગયું છે. જેની જાણકારી BCCIએ ટ્વિટ કરીને આપી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કરતા પહેલા આ બંને ખેલાડીઓ BCCIના એક ખાસ પ્રોગ્રામમાં જોવા મળશે. વાસ્તવમાં BCCI તેનું પોડકાસ્ટ શરૂ કરવા જઈ રહ્યું છે અને તેનો પહેલો એપિસોડ ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ કરવાના છે. મતલબ કે આ બંને BCCI પોડકાસ્ટના ડેબ્યુમાં ઓપનિંગ એપિસોડમાં જોવા મળશે.
Two prodigious talents, one podcast 👌🎙️
Presenting Caribbean Tales with Ruturaj Gaikwad & Yashasvi Jaiswal ft. a scenic backdrop 🌄
Coming 🔜 on https://t.co/Z3MPyeL1t7 ⏳#TeamIndia | #WIvIND | @Ruutu1331 | @ybj_19 pic.twitter.com/YHRhqIfJoY
— BCCI (@BCCI) July 10, 2023
BCCIએ આ અંગે ખાસ વીડિયો શેર કર્યો હતો. BCCIના વીડિયોમાં યશસ્વી અને ગાયકવાડે અદભૂત અભિનય કર્યો હતો. વીડિયોમાં ગાયકવાડ કહે છે- “સાંભળ યશસ્વી, આપણે બંને નવા છીએ, આ દ્રશ્ય પણ આપણા માટે નવું છે અને BCCI પોડકાસ્ટ પણ નવું છે અને આપણા બંનેનો પણ આ પહેલો જ એપિસોડ છે. ચાલો આ પણ કરીએ.”
ભારતીય ટીમ 12 જુલાઈથી ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમશે. આ મેચમાં યશસ્વી અને ઋતુરાજ બંને પદાર્પણ કરવાની રેસમાં છે. જો કે, યશસ્વી જયસ્વાલના ડેબ્યૂના ચાન્સ વધુ છે કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટીમના રિઝર્વ ખેલાડીઓમાં પણ સામેલ હતો અને સાથે જ સ્થાનિક ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
જયસ્વાલે અત્યાર સુધી 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 80થી વધુની એવરેજથી 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન યશસ્વીના બેટમાંથી 9 સદીઓ નીકળી છે. તાજેતરમાં જ જયસ્વાલે IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની પ્રતિભાથી બધા વાકેફ છે અને તેથી જ તેને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ બેમાંથી કોને તક આપે છે.
Published On - 6:24 pm, Mon, 10 July 23