ભારતને અંડર-19 વર્લ્ડ કપ (ICC U-19 World Cup 2022) ચેમ્પિયન અપાવનાર કેપ્ટન યશ ઢુલ (Yash Dhull) ના સ્ટાર્સ જોરશોરથી ચાલી રહ્યા છે. ભારતની જુનિયર ટીમના સુકાની અને પ્રતિભાશાળી બેટ્સમેને ટીમને પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું અને પોતે પણ બેટથી જબરદસ્ત પ્રદર્શન કર્યું હતુ. તેની બેવડી સફળતાની અસર આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં જોવા મળે છે, જ્યાં દિલ્હી કેપિટલ્સે તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આઈપીએલની હરાજીમાં તેને જોકે લઈને ફ્રેન્ચાઈઝી વચ્ચે બહુ સ્પર્ધા નહોતી. દિલ્હી સિવાય પંજાબ કિંગ્સે તેના પર માત્ર બોલી લગાવી હતી.
જમણા હાથના બેટ્સમેન યશ ઢુલ ભારતને અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પાંચમો કેપ્ટન બન્યો હતો જ્યારે દિલ્હી તરફથી આવનાર ત્રીજો કેપ્ટન બન્યો છે. તેના પહેલા વિરાટ કોહલી (2008) અને ઉન્મુક્ત ચંદ (2012)એ આ કમાલ કર્યો હતો. આ બંને ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીએ પણ ખરીદ્યા હતા. જો કે, વિરાટ અને ઉન્મુક્ત કરતાં યશ પર વધુ પૈસા વરસ્યા હતા. 19 વર્ષીય દિલ્હીના આ બેટ્સમેનને હાલમાં જ દિલ્હીની રણજી ટીમમાં પણ સ્થાન મળ્યુ છે.
યશ ઢુલની કપ્તાનીમાં ભારતીય અંડર-19 ટીમે વર્લ્ડ કપ પહેલા અંડર-19 એશિયા કપ પણ જીત્યો હતો. આવી સ્થિતિમાં તમામનું ધ્યાન ભારતના યુવા બેટ્સમેન પર હતું. ઢુલે માત્ર કેપ્ટનશિપમાં જ નહીં પરંતુ બેટિંગમાં પણ પોતાની હોશિયારી દેખાડી હતી. યશ ઢુલે વર્લ્ડ કપ દરમિયાન કોરોના સંક્રમણ સામે ઝઝૂમવા છતાં 4 મેચમાં 229 રન બનાવ્યા હતા, જેમાં તેની એવરેજ 76થી વધુ હતી.
ઢુલે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 110 રનની યાદગાર ઇનિંગ પણ રમી હતી, જેણે ટીમને ફાઇનલમાં લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યશ ઢુલે હજુ સુધી લિસ્ટ A, T20 કે ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી. જો કે, તે 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીમાં દિલ્હી માટે ડેબ્યૂ કરે તેવી અપેક્ષા છે.
Published On - 3:28 pm, Sun, 13 February 22