U19 World Cup: યશ ઢુલની કેપ્ટન ઇનીંગે અપાવી જીત, વિરાટ કોહલી થી પણ આ મામલે નિકળ્યો આગળ

|

Feb 03, 2022 | 9:44 AM

ભારતીય અંડર 19 ટીમના કેપ્ટન યશ ઢુલે (Yash Dhull)અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સદી ફટકારી અને ટીમને જીત તરફ દોરી ગઈ.

U19 World Cup: યશ ઢુલની કેપ્ટન ઇનીંગે અપાવી જીત, વિરાટ કોહલી થી પણ આ મામલે નિકળ્યો આગળ
Yash Dhull એ શાનદાર શતક સેમિફાનઇલમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકાર્યુ હતુ

Follow us on

અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) માં બુધવારે ટીમ ઈન્ડિયા એ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની આ જીતમાં ટીમના કેપ્ટન યશ ઢુલે (Yash Dhull) મહત્વની ભૂમિકા ભજવી છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ તેણે શેખ રાશિદ સાથે મળીને 204 રનની વિશાળ ભાગીદારી રમત રમી હતી. જેને લઇને ભારતીય ટીમ કાંગારુઓને બહારનો રસ્તો દેખાડી ફાઇનલમાં પહોંચી હતી. ઢુલે કેપ્ટન ઇનીંગ રમવા સાથે હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) કરતા હવે ઇનીંગમાં રનના મામલામાં આગળ નિકળી ગયો છે.

ભારતીય ટીમે શરુઆતમાં જ બંને ઓપનરોને ગુમાવી દીધા હતા. ભારત માટે ખરાબ શરુઆત રહી હતી. પરંતુ યશ ઢુલ મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવ્યો અને શેખ રાશિદ સાથે 204 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 291 સુધી પહોંચાડ્યો.

યશે 110 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. જેને લઇને ભારતનો સ્કોર 290 સુધી પહોંચવો સરળ બની શક્યો હતો. ઢુલ અંડર-19 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન છે. તેના પહેલા વિરાટ કોહલીએ 2008 અને 2012માં ઉન્મુક્ત ચંદે કેપ્ટન તરીકે સદી ફટકારી હતી. રનના મામલે જોવામાં આવે તો યશ એ વિરાટ કોહલી કરતા આગળ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉન્મુક્ત ચંદે અંડર-19 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવ્યા છે, તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 111 રન બનાવ્યા હતા. આ પછી બીજા સ્થાને યશ ઢુલ છે, જેણે 110 રન બનાવ્યા છે. દરમિયાન વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે, જેણે 2008માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફાઇનલમાં 100 રન બનાવ્યા હતા. જે તેણે 74 બોલમાં રન ફટકાર્યા હતા, આમ ઢુલે શાનદાર ઇનીંગ રમીને હવે વ્યક્તિગત રીતે રનના મામલામાં કેપ્ટન તરીકે રમતા વિરાટ કોહલીને પાછળ રાખી દીધો છે.

ઓસ્ટ્રેલિયાનો દાવ 194 રનમાં સમેટાઈ ગયો હતો

જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રન જ બનાવી શકી હતી. ટીમ માટે લોકલેન શોએ સૌથી વધુ 51 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય કોરી મિલરે 38 અને ઓપનર કેમ્પબેલ કેલવેએ 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિકી ઓસ્તવાલે ત્રણ, નિશાંત સિંધુ અને રવિ કુમારે બે-બે વિકેટ લીધી હતી. કૌશલ તાંબે અને અંગક્રિશ રઘુવંશીએ 1-1 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પુરી 50 ઓવર પણ રમી શકી નહોતી અને તેમનો દાવ સમેટાઇ ગયો હતો.

 

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

 

આ પણ વાંચોઃ ICC U19 World Cup: ટીમ ઇન્ડિયા સળંગ ચોથી વાર વિશ્વકપ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ, ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર

 

Published On - 9:40 am, Thu, 3 February 22

Next Article