WTC Final : લગ્નના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો આ ખેલાડી, યુવા સ્ટાર લેશે તેનુ સ્થાન

|

May 28, 2023 | 4:00 PM

લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં ત્રીજા ઓપનર તરીકે પસંદ કરાયેલ ઋતુરાજ ગાયકવાડ તેના લગ્નના કારણે ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

WTC Final : લગ્નના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો આ ખેલાડી, યુવા સ્ટાર લેશે તેનુ સ્થાન
Jaiswal to replace Rituraj Gaekwad
Image Credit source: google

Follow us on

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. યશસ્વી જયસ્વાલ હવે ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લેશે, તે ત્રીજા ઓપનર તરીકે ટીમમાં જોડાયો હતો. ભારતીય ટીમમાં આ અચાનક બદલાવનું કારણ ઋતુરાજ ગાયકવાડના લગ્ન છે, જે 3-4 જૂન વચ્ચે થવા જઈ રહ્યા છે.

ઋતુરાજ ગાયકવાડ WTC ફાઈનલ ગુમાવશે

આ અંગે ગાયકવાડે BCCIને જાણ કરી હતી અને 5 જૂન સુધીમાં ટીમ સાથે જોડાવા વિનંતી કરી હતી. પરંતુ, ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઋતુરાજના રિપ્લેસમેન્ટની માંગ કરી હતી. એક અહેવાલ મુજબ, જયસ્વાલને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ દ્વારા લાલ બોલથી પ્રેક્ટિસ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

IPL 2023માં યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં હતો. ભલે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ તેણે 14 મેચમાં 625 રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે IPL પહેલા રણજી ટ્રોફીની 5 મેચમાં 404 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે WTC ફાઇનલમાં ઋતુરાજના સ્થાને જયસ્વાલની પસંદગી કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દ્રવિડે ઋતુરાજના રિપ્લેસમેન્ટની માંગ કરી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે. ગાયકવાડને આ મેચ માટે ત્રીજા ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બીસીસીઆઈને વિનંતી કરી હતી કે તેના લગ્નના કારણે તે 5 જૂન સુધીમાં ટીમ સાથે જોડાઈ જશે. પરંતુ, ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેમાં કોઈ રસ ન દાખવતા પસંદગીકારો પાસેથી તેના રિપ્લેસમેન્ટની માંગ કરી હતી.

આ પણ વાંચો:IPL 2023 GT vs CSK: ફાઈનલના દિવસે અમદાવાદનું હવામાન કેવું રહેશે, વરસાદ પડશે તો જાણો કોણ જીતશે કોણ હારશે

BCCIના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમના મતે, ઋતુરાજ લગ્નના કારણે લંડન નહીં જઈ શકે, આ સ્થિતિમાં યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો ભાગ હશે. જયસ્વાલને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવાનો નિર્ણય રાહુલ દ્રવિડનો હતો, કારણ કે ઋતુરાજે 5 જૂન અથવા તે પછી ટીમમાં જોડાવાનું કહ્યું હતું. જયસ્વાલ હવે ટૂંક સમયમાં લંડન જશે.

ટીમ ઈન્ડિયા ટુકડે-ટુકડે લંડન જવા રવાના થઈ

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટુકડે-ટુકડે લંડન જવા રવાના થઈ રહી છે. રોહિત શર્મા અને ઈશાન કિશન રવિવારે (28 મે) લંડન જવા રવાના થશે. જ્યારે શમી, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા IPL ફાઈનલ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવ સાથે 30 જૂને લંડન જશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article