WTC Final: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલની ટક્કરનો કરોડો દર્શકોએ નિહાળીને બનાવ્યો રેકોર્ડ

વૈશ્વિક સ્તર પર તૈયાર અંગ્રેજી ફીડના ઉપરાંત પ્રસારણ કર્તાએ સ્થાનિક ભાષાઓ હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડમાં પણ પ્રસારણ કરી હતી. ન્યૂઝીલેન્ડની ઓછી જનસંખ્યા હોવા છતાં ત્યાંથી દર્શકોના આંકડા પ્રભાવશાળી રહ્યા હતા.

WTC Final: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલની ટક્કરનો કરોડો દર્શકોએ નિહાળીને બનાવ્યો રેકોર્ડ
Indian Cricket Team
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:42 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ગયા મહિને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final) મેચ રમાઈ હતી. જે બાકીની સિરીઝના પ્રમાણમાં સૌથી વઘારે દર્શકો દ્વારા જોવામા આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ અંગે જાણકારી આપી છે. જે ટેસ્ટ મેચ 18થી 23 જૂન વચ્ચે રમાઈ હતી. ICC અનુસાર 89 ક્ષેત્રોમાં આ મેચનું સીધુ પ્રસારણ જોનારાઓની કુલ સંખ્યા 13 કરોડ 6 લાખ સુધી પહોંચી ગઈ હતી. ભારતથી આ મેચમાં સૌથી વધારે દર્શકો મળ્યા હતા.

 

 

અધીકૃત પ્રસારણકર્તા અને રાષ્ટ્રીય પ્રસારક દુરદર્શન પર આ મેચને કુલ 94.6 ટકા લોકોએ નિહાળી હતી. ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં રિઝર્વ ડેએ મેચને 8 વિકેટથી જીતી લીધી હતી. વૈશ્વિક સ્તર પર તૈયાર અંગ્રેજી ફીડના ઉપરાંત પ્રસારણ કર્તાએ સ્થાનિક ભાષાઓ હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડમાં પણ પ્રસારણ કરી હતી. ન્યૂઝીલેન્ડની ઓછી જનસંખ્યા હોવા છતાં ત્યાંથી દર્શકોના આંકડા પ્રભાવશાળી રહ્યા હતા.

 

સૌથી વધારે જોવાયેલી મેચ

ન્યૂઝીલેન્ડના 2 લાખ કરતા વધારે લોકોએ રાતભર જાગીને અથવા વહેલી સવારે ઉઠીને મેચ જોઈ હતી. બ્રિટનમાં પણ 2019-2021 WTC સિરીઝમાં આ સૌથી વધારે જોવાયેલી મેચ હતી. જેમાં યજમાન ઈંગ્લેન્ડ હિસ્સો નહોતુ લઈ રહ્યુ. રિઝર્વ દિવસની રમત ઈંગ્લેન્ડની ગેરહાજરી ધરાવતી ટેસ્ટમાં 2015 બાદથી સૌથી વધારે લોકોએ જોઈ હતી.

 

ફેસબુક પેજ પર રેકોર્ડ વ્યૂઝ

મુખ્ય પ્રસારણ બજાર ઉપરાંત આઈસીસી.ટીવી પર 145થી વધારે ક્ષેત્રોમાં 6,65,100 લોકોએ સીધુ પ્રસારણ નિહાળ્યુ હતુ. સીધા પ્રસારણમાં કુલ મળીને 1 કરોડ 40 લાખ મિનિટ સુધી જોવામાં આવ્યુ હતુ. મેચ દરમ્યાન ICCના ડિઝિટલ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની વીડિયો સામગ્રીને 50 કરોડથી વધારે દર્શકો મળ્યા છે. આઈસીસીની ડિઝિટલ સંપત્તિઓમાંથી એક ફેસબૂક પર સૌથી વધારે 42 કરોડ 30 લાખ દર્શકો મળ્યા હતા. આઈસીસી પેજ પર 36 કરોડ 80 લાખ મિનિટ સુધી દર્શકોએ વીડિયો જોયો હતો.

સોશિયલ મીડિયા પર હિટ રહી મેચ

રિઝર્વ દિવસે રમાયેલી રમતે આઈસીસીના ફેસબૂક પેજ પર એક જ દિવસમાં સર્વાધિક દર્શકોનો રેકોર્ડ બનાવ્યો હતો. 24 કલાક દરમ્યાન 6 કરોડ 57 લાખ લોકોએ વીડિયોને જોયો હતો. પાછળનો રેકોર્ડ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2020ની ફાઇનલ મેચના નામે હતો. જેને 6 કરોડ 43 લાખ દર્શકોએ જોયો હતો. ઈન્સ્ટાગ્રામ પર ફાઈનલ મેચને 7 કરોડ લોકોએ નિહાળી હતી. આઈસીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ અને ટ્વીટર તેમજ યૂટ્યૂબ પર આઈસીસીની ચેનલ પર દર્શકોએ કુલ આંકડાને 51 કરોડ 50 લાખ દર્શક સુધી પહોંચાડ્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: હાર્દિક પંડ્યાને લઇને ગાવાસ્કરે કહ્યુ ઓલરાઉન્ડરમાં વિકલ્પ શોધવા બીજાને મોકો આપવો જોઇએ