WTC Final: રવિન્દ્ર જાડેજાનો આ શોટ્સ જોઈને દિલ ખુશ થઈ જશે, પ્રેકટીસ મેચમાં લગાવ્યો શાનદાર શોટ

|

Jun 14, 2021 | 5:27 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે 18 જૂનથી WTC ફાઈનલ મેચ રમાનારી છે. આ પહેલા હાલમાં ભારતીય ટીમ (Team India) સાઉથમ્પ્ટનમાં ફાઈનલ મેચને લઈને તૈયારીઓ કરી રહી છે.

WTC Final: રવિન્દ્ર જાડેજાનો આ શોટ્સ જોઈને દિલ ખુશ થઈ જશે, પ્રેકટીસ મેચમાં લગાવ્યો શાનદાર શોટ
Ravindra Jadeja

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે 18 જૂનથી WTC ફાઈનલ મેચ રમાનારી છે. આ પહેલા હાલમાં ભારતીય ટીમ (Team India) સાઉથમ્પ્ટનમાં ફાઈનલ મેચને લઈને તૈયારીઓ કરી રહી છે. ઈન્ટ્રા સ્ક્વોડ અભ્યાસ મેચ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. અભ્યાસ મેચ દરમ્યાન ઋષભ પંત, શુભમન ગીલ અને ઈશાંત શર્મા શાનદાર રમત દર્શાવી ચુક્યા છે. આ દરમ્યાન હવે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ પણ પોતાનો જલવો દર્શાવ્યો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટીમ ઈન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર  ખેલાડી રવિન્દ્ર જાડેજાએ મેચ સિમ્યુલેશનના ત્રીજા દિવસની બેટીંગ કરી હતી. આ દરમ્યાન ડાબા હાથના બેટ્સમેનની બેટીંગનો વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો હતો. જેમાં જાડેજા ઈશાંત શર્માના બોલ પર ખૂબસૂરત કવર ડ્રાઈવ લગાવી રહ્યો છે. સ્વાભાવિક છે કે, કવર ડ્રાઈવ શોટ જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ ખુશ થઈ જશે.

 

પાછળના કેટલાક મહિનાઓથી શાનદાર ફોર્મમાં જોવા મળનારા જાડેજા હાલમાં સારી બેટીંગ કરી હતી. BCCI દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ મુજબ ‘સર જાડેજા’એ શાનદાર અર્ધશતક જમાવ્યુ હતુ. તેને 76 બોલમાં 54 રનની ઈનીંગ રમી હતી. જ્યારે બોલરોમાં મહંમદ સિરાજનો દિવસ રહ્યો હતો. તેને 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

 

વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે ફક્ત 94 બોલમાં 121 રનની જબરદસ્ત રમત એક દિવસ પહેલા જ રમી હતી. જ્યારે ઓપનર શુભમન ગીલે 85 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી હતી.

 

આ ઈનીંગ સાથે જાડેજાએ ફાઈનલ માટે ઓલરાઉન્ડર તરીકે પોતાની દાવેદારી મજબૂત કરી છે. જાડેજા આમ પણ આ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોતાના બેટથી ખૂબ સફળ રહ્યો છે. જાડેજાએ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટની 10 મેચ રમી છે. જેમાં તેણે 13 ઈનીંગમાં 469 રન કર્યા છે. જેમાં તેણે 5 અર્ધશતક કર્યા છે. તેની સરેરાશ 58.62ની રહી છે.

 

આ પણ વાંચો: French Open: નોવાક જોકોવિચ એ 19મી વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યુ, ચારેય સ્લેમ જીતનારો ત્રીજો ખેલાડી

Next Article