WTC Final: સાઉથમ્પ્ટન ગ્રાઉન્ડ સાથેની સુંદર તસ્વીર શેર કરી અનુષ્કાએ, કોહલી માટે શાનદાર લાઇન લખી, જુઓ

|

Jun 06, 2021 | 3:25 PM

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત અનેક ખેલાડીઓ ઇંગ્લેંડના લાંબા પ્રવાસમાં પરિવારની સાથે ઇંગ્લેંડ પહોંચ્યા છે. કોહલી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma ) અને પુત્રી વામિકા (Vamika) સાથે ઇંગ્લેંડ પહોંચ્યો હતો.

WTC Final: સાઉથમ્પ્ટન ગ્રાઉન્ડ સાથેની સુંદર તસ્વીર શેર કરી અનુષ્કાએ, કોહલી માટે શાનદાર લાઇન લખી, જુઓ
Virat Kohli-Anushka Sharma

Follow us on

ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Final)માટેની તેયારીઓ ગ્રાઉન્ડ પર કરવા લાગી ચુકી છે. આ પહેલા ટીમ અને તેમના પરિવાર ક્વોરન્ટાઇન હેઠળ છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત અનેક ખેલાડીઓ ઇંગ્લેંડના લાંબા પ્રવાસમાં પરિવારની સાથે ઇંગ્લેંડ પહોંચ્યા છે. કોહલી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma ) અને પુત્રી વામિકા (Vamika) સાથે ઇંગ્લેંડ પહોંચ્યો હતો. આ દરમ્યાન અનુષ્કા એ એક તસ્વીર શેર કરીને જબરદસ્ત કેપ્શન લખી છે.

અનુષ્કા શર્માં એ સાઉથમ્પ્ટનમાં રોકાણ કરેલ હોટલની બાલ્કનીમાં થી એક સુંદર તસ્વીર ખેંચાવી હતી. જે તસ્વીરમાં સાઉથ્મ્પટન ક્રિકેટ ગ્રાઉન્ડનો નઝારો જોવા મળે છે. કારણ કે હોટલ સાઉથ્મ્પ્ટન ક્રિકેટ સ્ટેડિયમની સાથે જ જોડાયેલી છે. તસ્વીર શેર કરવા સાથે અનુષ્કાએ કોહલી ને લઇને મસ્ત કેપ્શન લખી હતી. લખ્યુ હતુ કે, કેટલાક દિવસ ઘરે કામ નહી લાવવાનો નિયમ હાલમાં કોહલી પર લાગુ નહી પડે. કારણ કે અમે સ્ટેડિયમની પાસે જ ક્વોરન્ટાઇન છીએ.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

આ પહેલા પણ વિરાટ કોહલીએ એક પણ પોતાની એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેની પાછળ એઝીસ બાઉલ નો સુંદર નઝારો જોવા મળી રહ્યો. સ્વાભાવિક છે કે, રળીયામણા લાગતા સાઉથમ્પ્ટન ગ્રાઉન્ડની તસ્વીરો ખેલાડીઓએ પહોંચતા વેંત સોશિયલ મીડિયા પર શેર કરી છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની તૈયારીઓ

ભારતીય ટીમ ના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ પહેલા ઇંગ્લેંડમાં અભ્યાસની ચિંતા નથી. ફાઇનલ મેચ રહેલા ભારતીય ટીમને અભ્યાસની તક વધારે નહી મળી શકે. જ્યારે બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ ફાઇનલ પહેલા ઇંગ્લેંડ સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.

Next Article