ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાનીમાં 7 જૂને ICC ટ્રોફી જીતવાના મજબૂત ઈરાદાઓ સાથે ધ ઓવલના મેદાનમાં ઉતરશે. છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવા માટે રાહ જોઈ રહી છે. આ રાહનો અંત થવા આડે હવે માત્ર એક જ ડગલુ છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ હાલમાં ફોર્મમાં છે. આઈપીએલમાં ધમાલ મચાવી ચુક્યા છે. જોકે IPL 2023 ના અંતમાં ફુલ ધમાલ મચાવનારા વિરાટ કોહલી અને શુભમન ગિલ સામે એક સમસ્યા ઈંગ્લેંડમાં છે. આ સમસ્યાથી તેઓએ સંભાળીને રમત રમવી જરુરી છે.
કોહલી અને ગિલ બંનેને જે શોટ ખૂબ પસંદ છે, એ શોટ રમવામાં અહીં સમસ્યા આવી શકે છે. આ સમસ્યાને સાવધાની પૂર્વક પાર કરતા જ ટીમ ઈન્ડિયાનુ એક દશકનુ સપનુ પુરુ કરવામાં કોઈ રોકી શકે એમ નથી. બંને બેટર્સે ખૂબ જ સાવધારી પૂર્વક જ તેઓને ખૂબ પસંદ એવા શોટનો ઉપયોગ કરવો જરુરી છે. કયો શોટ તેમને વધારે પસંદ છે, કોહલી અને ગિલના ચાહકોને બરાબર ખ્યાલ છે. એ જ શોટ તેઓએ નિયંત્રણ સાથે રમવાના છે.
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove 🙌
Hear from Paras Mhambrey, T Dilip & Vikram Rathour on #TeamIndia‘s preps ahead of the all-important clash 👌🏻👌🏻 – By @RajalArora
Full Video 🎥🔽https://t.co/AyJN4GzSRD pic.twitter.com/x5wRxTn99b
— BCCI (@BCCI) May 31, 2023
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને યુવા સ્ટાર શુભમન ગિલ હાલમાં જબરદસ્ત પ્રભાવિત કરનારી રમત રમી રહ્યા છે. તેમનો ડર ફાઈનલ પહેલા જ છવાઈ ગયો હોવાની ચર્ચામાં સાંભળવા મળી રહ્યુ છે. ગિલ અને કોહલીએ ઓવલમાં ડ્રાઈવ શોટ જમાવવા માટે નિયંત્રણ રાખવુ જરુરી છે. બંને બેટર્સ ડ્રાઈવ શોટ શાનદાર જમાવી જાણે છે. ફ્રન્ટ ફુટ પર રમવુ બંને ખેલાડીઓને ખૂબ જ પસંદ છે. પરંતુ અહીં તેઓએ આ માટે સાવધાની રાખવી પડશે.
From Nottingham to Ahmedabad 🏟️
A journey of grit, determination, pride and teamwork 👏🏻#TeamIndia 🇮🇳 members relive a remarkable journey of reaching the WTC Final for the second time 👌🏻👌🏻 – By @RajalArora
WATCH the full Video 🎥🔽 #WTC23 https://t.co/WVY41lVNNh pic.twitter.com/uOnBK74ADp
— BCCI (@BCCI) May 24, 2023
તમને એમ હશે કે આમ કેમ નિયંત્રણની જરુર વર્તાઈ રહી છે. તો તેના માટે ખાસ કારણ છે. ઈંગ્લેન્ડમાં બોલ વઘારે સ્વિંગ કરે છે. ડ્યૂક બોલ આમ પણ વધારે સ્વિંગ કરે છે. અહીં મોટા ભાગના બેટર્સ આગળના બોલ પર ડ્રાઈવ કરવા જતા જ સ્લીપમાં કેચ ઝડપાઈને પેવેલિયન પરત ફરતા હોય છે. બેટર્સ અહીં લાઈનમાં રમવામાં પરેશાન થઈ જાય છે અને પછી વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં ઉતરતા હોય છે.
An Iconic Moment
An Iconic Stadium
Introducing the new team India JerseysWe Launch #TeamIndia New Jersey 🇮🇳#adidasXBCCI #adidasTeamIndiaJersey #adidas @BCCI
Designed By : aaquibw #adidasIndia pic.twitter.com/MId9s9nQS6
— adidas India (@adidascricketIN) June 1, 2023
ઓસ્ટ્રેલિન બોલર્સ પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ રણનિતી સાથે બોલિંગ કરીને પરેશાની ઉભી કરી શકે છે. તેઓ ઓફ સ્ટંપની બહાર આગળ બોલ કરી શકે છે. આવામાં આ જાળ કોહલી અને ગિલ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અહીં લલચાઈને ડ્રાઈવ ફટકારવાના બદલે બોલને પૂરો સમજવો અને નિંયત્રણ સાથે રમવો જરુરી છે. અહીં સહેજ પણ ઉતાવળ આગળના બોલ પર કરી શકાશે નથી. વધારે ડ્રાઈવ શોટ રમવા કે ઉતાવળ કરીને રમવુ ટીમ ઈન્ડિયાને માટે પરેશાની બની શકે છે.
Published On - 10:17 am, Fri, 2 June 23