IND vs AUS: WTC Final માં ઉતરતા ભારતીય ટીમની સામે સૌથી મોટો પડકાર કયો? ગાવાસ્કરે બતાવી મોટી વાત

|

May 31, 2023 | 9:05 AM

Sunil Gavaskar on Team India: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ આગામી 7 જૂન થી શરુ થઈ રહી છે. લંડનના ઓવલ મેદાનમાં રમાનારી આ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારત આમને સામને થશે.

IND vs AUS: WTC Final માં ઉતરતા ભારતીય ટીમની સામે સૌથી મોટો પડકાર કયો? ગાવાસ્કરે બતાવી મોટી વાત
Sunil Gavaskar on Team India

Follow us on

IPL 2023 સમાપ્ત થઈ ચુકી છે અને ભારતીય ટેસ્ટ સ્ક્વોડના બાકી ખેલાડીઓ પણ હવે લંડન પહોંચી જશે. લંડનના ઓવલમાં આગામી 7 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની શરુઆત થનારી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના મોટા ભાગના ખેલાડીઓ લંડન પહોંચી ચુક્યા છે. લંડનમાં રેડ બોલ સાથે પ્રેક્ટિશ કરતી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ફરતી થવા લાગી છે. જોકે ભારતીય ટીમના ખેલાડીઓ માટે ઓવલમાં સૌથી મોટી સમસ્યા થોડી અલગ પ્રકારની છે અને જે સ્વાભાવિક છે. સુનિલ ગાવાસ્કરે પણ આ વાતને યાદ કરી છે અને તેઓ આને મોટી સમસ્યાના રુપમાં જોઈ રહ્યા છે.

લંડનના ઓવલમાં હાલમાં ભારતીય ટીમના ખેલાડીઓ રેડ બોલથી પ્રેક્ટિશ કરી રહ્યા છે. જે હાલમાં ખૂબ જ જરુરી છે. સુનિલ ગાવાસ્કર પણ આ જ તરફ ઈશારો કરીને વાત કરી રહ્યા છે. ગાવાસ્કરના મતે પ્રેક્ટિશ બાદ આ સમસ્યાથી નિપટી લીધુ તો સમજો ભારતીય ટીમ ફાઈનલમાં વિજયી બનતા કોઈ રોકી શકતુ નથી. આ માટે જોકે ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં ભરપૂર પરસેવો પ્રેક્ટિશ દરમિયાન વહાવી રહ્યા છે.

ગિયર શિફ્ટને લઈ કહી વાત

હાલમાં ભારતીય ટીમના ખેલાડીઓ IPL માં વ્યસ્ત હતા એટલે કે છેલ્લા બે મહિનાથી વ્હાઈટ બોલ ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યા હતા. આ જ ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટ ફોર્મેટમાં મેદાને ઉતરનારા છે. આવી સ્થિતીમાં હવે ભારતીય ટીમના સામે હિયર શિફ્ટ કરવાનો પડકાર સૌથી મોટો છે. સુનિલ ગાવાસ્કરે આ જ વાતની ચિંતા બતાવી છે. T20 મોડમાં ખેલાડીઓ છેલ્લા 2 મહિનાથી હતા અને હવે WTC Final માં ટેસ્ટ મોડમાં વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાની છેય. આવામાં ખેલાડીઓ માટે પોતાનો માઈન્ડસેટ અને ગેમના એપ્રોચને T20 થી ટેસ્ટ ફોર્મેટમાં ઢાળવામાં સમસ્યા આવી શકે છે. આ વાતને લઈ ગાવાસ્કરે એક પ્રસારણકર્તા સાથે વાતચીતમાં કહી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પુજારા રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો હતો.

ભારતીય ટીમમાંથી માત્ર ચેતેશ્વર પુજારા જ છેલ્લા કેટલાક સમયથી રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. તે IPL ના સમય દરમિયાન ઈંગ્લેન્ડમાં જ કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો હતો. જ્યાં તેણે શાનદાર ફોર્મ દર્શાવ્યુ છે અને સદી પણ નોંધાવી હતી. ગાવાસ્કરે આ વાત પણ યાદ કરી હતી અને કહ્યુ હતુ કે, ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમમાં ફક્ત ચેતેશ્વર પુજારા એક માત્ર બેટર છે, જે ટેસ્ટ ફોર્મમાં બનેલો છે.. જ્યારે આઈપીએલ ચાલી રહી હતી ત્યારે તેણે ઈંગ્લેન્ડમાં રહીને કાઉન્ટી ક્રિકેટ રમી હતી. જ્યારે બાકીના ખેલાડીઓ સીધા આઈપીએલ રમીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા પહોંચ્યા છે. આમ આ એક સમસ્યા રહી શકે છે.

 

આ પણ વાંચોઃ MS Dhoni on Retirement: CSK ને 5 વાર ચેમ્પિયન બનાવી નિવૃત્તી અંગે બોલ્યો ધોની-આ બેસ્ટ ટાઈમ પરંતુ…

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:57 am, Wed, 31 May 23

Next Article