WTC Final 2023 Day 2 Report : 15 , 13 , 14 ,14 રન … ભારતીય ટીમનો ટોપ ઓર્ડર થયો ધરાશાયી, જાણો બીજા દિવસનો સંપૂર્ણ ઘટના ક્રમ

|

Jun 08, 2023 | 10:51 PM

WTC Final 2023 : ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની શરુઆત થઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ચાલો જાણીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના બીજા દિવસનો ઘટનાક્રમ.

WTC Final 2023 Day 2 Report :  15 , 13 , 14 ,14 રન ... ભારતીય ટીમનો ટોપ ઓર્ડર થયો ધરાશાયી, જાણો બીજા દિવસનો સંપૂર્ણ ઘટના ક્રમ
Wtc final 2023 day 2

Follow us on

London : અંગ્રેજોની ધરતી પર 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરુ થઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. આજે 8 જૂનના રોજ બીજા દિવસના રમતની શરુઆત થઈ હતી. આજે પહેલા સેશનમાં ઓસ્ટ્રેેલિયા ટીમની ( Australian Cricket Team) વિકેટો લઈને ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. પણ બીજા સેશનથી જ કાંગારુઓ એ શાનદાર બોલિંગ કરીને બીજા દિવસે પણ પોતોના દબદબો સાબિત કર્યો હતો.  

પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 38 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. 18 મહિના બાદ ટેસ્ટમાં વાપસી કરી રહેલા રાહાણે અને કેએસ ભરત હાલમાં અણનમ છે. જાડેજા અને રાહાણે વચ્ચે 60+ રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી 318 રન પાછળ છે, ફોલોઓનથી બચવા ભારે 269 રન બનાવવા પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજા દિવસની રમતમાં ભારતનો ટોપ ઓર્ડર ધરાશાયી

  • ઓસ્ટ્રેલિયા બેટિંગ –  સ્ટીવ સ્મિથ 121 રન (268), ટ્રેવિસ હેડ 163 રન (174), કેમરુન ગ્રીન 6 રન (7), કેરી 48 રન( 69), સ્ટાર્ક 5 રન (20), પેટ કમિંસ 9 રન (34),  નેથન લિયોન – 9 રન (25), બોલેન્ડ* – 1 રન (7)
  • ભારતીય બોલિંગ- મોહમ્મદ શમી 2/122 (29), મોહમ્મદ સિરાજ 4/108 (28.3), ઉમેશ યાદવ 0/77 (23), શાર્દુલ ઠાકુર 2/83 (23), રવિન્દ્ર જાડેજા 1/56 (18)
  • ભારતીય બેટિંગ – રોહિત શર્મા 15 રન (26), શુભમન ગિલ 13 રન (15), ચેતેશ્વર પૂજારા 14 રન (25), વિરાટ કોહલી 14 રન (31), જાડેજા 48 (51), રાહાણે* 29 રન (71), ભરત* 5 રન (14)
  • ઓસ્ટ્રેલિયા બોલિંગ – સ્ટાર્ક – 1/52 (9), કમિંસ – 1/36 (9), બોલેન્ડ – 1/29 (11), ગ્રીન – 1/22 (7), નેથન લાયન – 1/4 (2)

બીજા દિવસની શરુઆતમાં ટ્રેવિસ હેડના 150 રન અને સ્ટીવ સ્મિથની સેન્ચુરી પૂરી થઈ હતી. સિરાજ, શાર્દુલ અને જાડેજાની આક્રમક બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. બીજી ઈનિંગમાં રોહિત-શુભમન એ ચોગ્ગા સાથે શાનદાર શરુઆત કરી હતી. પણ કાંગારુઓની ઘાતક બોલિંગને કારણે રોહિત શર્મા 15 રન, શુભમન ગિલ 13 રન, ચેતેશ્વર પૂજારા 14 રન અને વિરાટ કોહલી 14 રન બનાવી આઉટ થયા હતા.

પ્રથમ દિવસની રમતમાં પણ ભારે પડયા હતા કાંગારુ

  • ઓસ્ટ્રેલિયા બેટિંગ – ડેવિડ વોર્નર 43 રન (60), ઉસ્માન ખ્વાજા 0 રન (10), માર્નસ લેબુશેન 26 રન (62), સ્ટીવ સ્મિથ* 95 રન (227), ટ્રેવિસ હેડ* 146 રન (156)
  • ભારતીય બોલિંગ- મોહમ્મદ શમી 1/77 (20), મોહમ્મદ સિરાજ 1/67 (19), ઉમેશ યાદવ 0/54 (14), શાર્દુલ ઠાકુર 1/75 (18), રવિન્દ્ર જાડેજા 0/48 (14)

પ્રથમ દિવસની રમત સંપૂર્ણ રીતે ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહી હતી. દિવસની રમતના અંતે કાંગારૂ ટીમે 3 વિકેટના નુકસાને 327 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રન બનાવીને રમી રહ્યા હતા. ભારત તરફથી પ્રથમ દિવસે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

બીજા દિવસની રમતની કેટલીક રોમાંચક ક્ષણો

 

 

 

 

ભારતીય ટીમે ટોસ જીતીને પસંદ કરી હતી બોલિંગ

ઓસ્ટ્રેલિયા ટીમની પ્લેઈંગ ઈલેવન: ડેવિડ વોર્નર, ઉસ્માના ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:35 pm, Thu, 8 June 23

Next Article