WTC 2023 : ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે હારી ગઈ હતી, જાણો કોચ રાહુલ દ્રવિડે આવું કેમ કહ્યું?

|

Jun 11, 2023 | 7:12 PM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારી ગઈ હતી. મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાની ભૂલ ક્યાં થઈ?

WTC 2023 : ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે હારી ગઈ હતી, જાણો કોચ રાહુલ દ્રવિડે આવું કેમ કહ્યું?
Rahul Dravid on India's Lost in WTC

Follow us on

ટીમ ઈન્ડિયાને ICC ટૂર્નામેન્ટમાં હારની લત લાગી ગઈ હોય તેવુ છે. ગત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરનારી ટીમ ઇન્ડિયા ફરી એકવાર ફાઇનલમાં હારી ગઇ હતી. આ વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારતીય ટીમની હારનું કારણ શું હતું, ક્યાં ભૂલ થઈ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ અંગે જવાબ આપ્યો હતો. રાહુલ દ્રવિડે ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, ટીમ ઈન્ડિયા રમતના પહેલા જ દિવસે એટલી પાછળ રહી ગઈ હતી કે તેના માટે વાપસી કરવી મુશ્કેલ બની ગયું હતું.

રાહુલ દ્રવિડે હાર બાદ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે ઓવલની પિચ પર 469 રન બનાવવા મુશ્કેલ હતા, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઘણા રન બનાવ્યા હતા અને તે પછી અમારા બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ શોટ રમતા પોતાની વિકેટ ગુમાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે હારી ગઈ હતી!

રાહુલ દ્રવિડે કહ્યું કે ઓવલની વિકેટ 300 રનની હતી, જ્યાં પ્રથમ દાવમાં 469 રન ઘણા વધારે હતા. ઉપરાંત, રાહુલ દ્રવિડના જણાવ્યા અનુસાર, ભારતે પ્રથમ દિવસના છેલ્લા સત્રમાં 157 રન આપ્યા, જે ટીમને મોંઘા પડ્યા. રાહુલ દ્રવિડના મતે બોલરોએ બેટ્સમેનોને શોર્ટ રમવાની ઘણી છૂટ આપી, ભારતના બોલરોની લાઇન લેન્થ ઘણી ખરાબ હતી અને ટ્રેવિસ હેડે તેનો ફાયદો ઉઠાવી ઝડપી રન બનાવ્યા હતા. આ પછી દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ચોથા દિવસે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી.

ફિલ્ડિંગ પર દ્રવિડે શું કહ્યું?

રાહુલ દ્રવિડે પણ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડીંગ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. દ્રવિડના મતે, ઈંગ્લેન્ડમાં છેલ્લી કેટલીક મેચોમાં પહેલા ફિલ્ડિંગ કરવું સારું રહ્યું છે. ઈંગ્લેન્ડની પીચ પાછળથી બેટિંગ માટે સારી રહી છે. ઉપરાંત, ઓવલમાં પહેલા દિવસે આકાશ વાદળછાયું હતું, પીચ પર હરિયાળી હતી, તેથી ટીમ ઈન્ડિયાએ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દ્રવિડે કહ્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયાના 70 રનમાં ત્રણ વિકેટ પડી ત્યારે તેને લાગ્યું કે આ નિર્ણય યોગ્ય છે, પરંતુ છેલ્લા સેશનમાં ભારતીય બોલરોએ જે રીતે ખરાબ બોલિંગ કરી તે બાદ મેચ હાથમાંથી નીકળી ગઈ હતી.

આ પણ વાંચોઃ WTC Final : શુભમન ગિલને આઉટ આપનાર અમ્પાયર રિચર્ડ કેટલબ્રો કોણ છે ? 6 વર્ષમાં સમાપ્ત થઈ હતી કારકિર્દી!

રાહુલ દ્રવિડે કહ્યું કે તે પાંચમા દિવસે જીતની આશા રાખતો હતો. દ્રવિડે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમે એવી ટેસ્ટ મેચ જીતી છે, જેમાં જીત મેળવવી મુશ્કેલ હતી. પરંતુ ઓવલમાં આવું થઈ શક્યું નહીં. પરિણામે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ICC ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article