WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ

|

Jun 09, 2023 | 6:50 PM

WTC FINAL : અજિંક્ય રહાણે અને શાર્દુલ ઠાકુરની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમ ફોલોફોનથી બચી  હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ. ઓસ્ટ્રિલયાની ટીમ પાસે પ્રથમ ઈનિંગના અંતે 173 રનની લીડ છે. 

WTC Final 2023 :  પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ
WTC FINAL 2023

Follow us on

London :  ઈંગ્લેન્ડના ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC FINAL) મેચમાં ત્રીજા દિવસની રમતની શરુઆત થઈ હતી.  ભારતીય ટીમ પર ફોલોઓનનો ખતરો હતો. પણ અજિંક્ય રહાણે અને શાર્દુલ ઠાકુરની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમ ફોલોફોનથી બચી  હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ. ઓસ્ટ્રિલયાની ટીમ પાસે પ્રથમ ઈનિંગના અંતે 173 રનની લીડ છે.

ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ ઈનિંગ

  • ઓસ્ટ્રેલિયા બેટિંગ – ડેવિડ વોર્નર 43 રન (60), ઉસ્માન ખ્વાજા 0 રન (10), માર્નસ લેબુશેન 26 રન (62), સ્ટીવ સ્મિથ 121 રન (268), ટ્રેવિસ હેડ 163 રન (174), કેમરુન ગ્રીન 6 રન (7), કેરી 48 રન( 69), સ્ટાર્ક 5 રન (20), પેટ કમિંસ 9 રન (34),  નેથન લિયોન – 9 રન (25), બોલેન્ડ* – 1 રન (7)
  • ભારતીય બોલિંગ- મોહમ્મદ શમી 2/122 (29), મોહમ્મદ સિરાજ 4/108 (28.3), ઉમેશ યાદવ 0/77 (23), શાર્દુલ ઠાકુર 2/83 (23), રવિન્દ્ર જાડેજા 1/56 (18)

ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ

  • ભારતીય બેટિંગ – રોહિત શર્મા 15 રન (26), શુભમન ગિલ 13 રન (15), ચેતેશ્વર પૂજારા 14 રન (25), વિરાટ કોહલી 14 રન (31), જાડેજા 48 (51), રાહાણે 89 રન (129), ભરત 5 રન (15), શાર્દુલ ઠાકુર 51 રન (109), ઉમેશ યાદવ 5 રન (11), શમી 13 રન (11), સિરાજ *0
  • ઓસ્ટ્રેલિયા બોલિંગ – સ્ટાર્ક – 2/71 (13.4), કમિંસ – 3/83 (20), બોલેન્ડ – 2/59 (20), ગ્રીન – 2/44 (12), નેથન લાયન – 1/19 (4)

 

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં શું થયું ?

લંચ બ્રેક સુધી ભારતીય ટીમે છ વિકેટે 260 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે 89 અને શાર્દુલ 36 રન બનાવીને રમી રહ્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. આ સાથે ભારતીય ટીમ તરફથી ફોલોઓનનો ખતરો પણ લગભગ ટળી ગયો હતો. ફોલોઓનથી બચવા માટે ભારતને નવ રનની જરૂર હતી. જો કે ટીમ ઈન્ડિયા હજુ પણ ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 209 રન પાછળ હતું.

આ સેશનમાં શ્રીકર ભરત ખૂબ જ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી રહાણે અને શાર્દુલ ટીમ ઈન્ડિયાને પરત લાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયન ટીમે પણ બંનેને ઘણા જીવ આપ્યા હતા. કાંગારૂ સુકાની કમિન્સે બંનેને એક વખત આઉટ કર્યા હતા, પરંતુ બંને પ્રસંગોએ તે લાઇનની આગળ બોલ હતો અને તે નો બોલ હતો.

બંને ટીમોના પ્લેઇંગ-11 ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.

ભારતીય ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:41 pm, Fri, 9 June 23

Next Article