ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીમાં વ્યસ્ત છે. IPL પૂરી થયાના તુરંત બાદ જ ભારતીય ટીમ ફાઈનલ માટે લંડન પહોંચી ગઈ હતી, ત્યારબાદ ટીમે લંડનથી 3 કલાક દૂર અરુન્ડેલ ખાતે પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ 25 મેના રોજ જ અહીં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ બાકીના ખેલાડીઓ પણ અહીં ટીમ સાથે જોડાયા હતા.
વાસ્તવમાં ટીમ ઓવલમાં પ્રેક્ટિસ કરવા માંગતી હતી, પરંતુ ઓવલમાં પિચ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે ટીમે 2 જૂન સુધી અરુન્ડેલમાં પ્રેક્ટિસ કરી અને પછી લંડન જવા રવાના થઈ હતી. ભારતીય ટીમ 4 થી 6 જૂન સુધી ઓવલમાં પ્રેક્ટિસ કરશે. આ પછી, રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 7 જૂનથી WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ટેસ્ટ મેચ રમવા ઉતરશે.
#TeamIndia‘s preps going on in full swing ahead of the #WTC23 Final. pic.twitter.com/Uu03yfoHgu
— BCCI (@BCCI) June 2, 2023
લંડન જતા પહેલા અરુન્ડેલમાં ભારતીય ટીમની છેલ્લી પ્રેક્ટિસ ઘણી મહત્વની હતી. ટીમે લગભગ 6 કલાક પ્રેક્ટિસ કરી હતી. ફાઈનલ માટે 6 કલાકની આ પ્રેક્ટિસ એટલી મહત્વની હતી કે મીડિયાને પણ અંદર જવા દેવામાં આવ્યું ન હતું. પત્રકાર વિમલ કુમારના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાએ ગુપ્ત રીતે ફાઈનલ મેચને લઈ તૈયારીઓ કરી હતી.
આ પ્રેક્ટિસ એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે મીડિયાને પણ તેને જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એક શોટ કે ક્લિક લેવાની પણ પરવાનગી ન હતી. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈને એક ખાસ રણનીતિ બનાવી હતી અને તે આ રણનીતિને ચકાસવા ઈચ્છતા હતા. આ ટ્રેનિંગ સેશનમાં WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેની એક ઝલક પણ તૈયારીમાં જોવા મળી હતી.
The wait is over. Hello guys, welcome back!😎 #TeamIndia 💪💪@imjadeja | @ShubmanGill | @ajinkyarahane88 | @surya_14kumar pic.twitter.com/UrVtNwAGfW
— BCCI (@BCCI) June 1, 2023
બીજી તરફ IPLની આખી સિઝન દરમિયાન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો રોહિત શર્મા નેટ્સમાં અલગ લયમાં જોવા મળ્યો હતો. રોહિત , વિરાટ, અશ્વિન સહિતના ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફાઈનલમાં વળતો પ્રહાર કરવાની તૈયારીમાં દેખાવા લાગ્યા છે. ફાઈનલ પહેલા ખેલાડીઓ ઓવલમાં પ્રેક્ટિસ કરશે અને 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલની જંગ શરૂ થશે.