લંડનના ધ ઓવલમાં 7 જૂનથી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ટક્કર થનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ થવા જઈ રહી છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ફોર્મમાં છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ IPL 2023 ના અંતિમ તબક્કામાં ધમાલ મચાવી ચૂક્યા છે. આ ઉપરાંત IPL સિઝન દરમિયાન ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમી રહેલ ચેતેશ્વર પુજારાથી પણ ઓસ્ટ્રેલિયાને ચિંતા સતાવી રહી છે. ચિંતાનુ પણ ખાસ કારણ છે. પુજારા પહેલાથી જ ઈંગ્લેન્ડમાં હોઈ વાતાવરણથી સેટછે અને ઉપરથી કાઉન્ટી ક્રિકેટમં તેનુ પ્રદર્શન જબરદસ્ત રહ્યુ છે.
ચેતેશ્વર પુજારા ભારત માટે ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં મહત્વનુ હથીયાર સાબિત થઈ શકે એમ છે. પુજારા એ ખેલાડીઓમાંથી એક છે, જે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની રમત વડે પ્રભાવિત કરી રહ્યા છે. પુજારા ભારત માટે ફાઈનલમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ માટે તેનુ કાઉન્ટી ક્રિકેટ દરમિયાનનુ ફોર્મ છે.
ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો બેટર ચેતેશ્વર પુજારા બે મહિના કરતા વધારે સમયથી ઈંગ્લેન્ડમાં છે. જે અહીં કાઉન્ટી ક્રિકેટમાં સસેક્ટ ક્લબ માટે રમી રહ્યો છે. સસેક્સ ટીમ માટે તેણે શાનદાર પ્રદર્શન કર્યુ છે. કાઉન્ટી ક્રિકેટમાં પોતાની ટીમનુ સુકાન સંભાળતા ચેતેશ્વર પુજારા પોતાના અંદાજ મુજબની રમત રમતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે 8 ઈનીંગ રમીને 841 બોલનો સામનો કર્યો હતો. 8 ઈનીંગમાં પુજારાએ સસેક્સ માટે 545 રન નોંધાવ્યા હતા.
ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા જ ભારતીય ટેસ્ટ સ્ટાર ખેલાડીએ નોંધાવેલા 545 રન ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનુ કારણ છે. પુજારાનુ લાંબા સમય પર ક્રિઝ પર રહેવુ તે આ રન બોલના આંકડા બતાવે છે. આમ પણ પુજારાને દિવાલના રુપમાં જોવામાં આવે છે અને ઈંગ્લેંડમાં તેની આ રમતનુ પ્રદર્શન ઓસ્ટ્રેલિયાન જ નહીં કોઈ પણ ટીમને માટે ચિંતાનુ કારણ બની શકે એમ છે. ભારતીય ટીમ માટે પુજારાનુ આ પ્રદર્શન સારા સંકેતો સમાન છે.
અનુભવી ભારતીય બેટર ત્રીજા ક્રમે ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા માટે ઉતરતો હોય છે. ચેતેશ્વર પુજારાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો છે. ભારતીય અનુભવી બેટર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટ મેચની 43 ઈનીંગ રમી છે. આ દરમિયાન પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે 2033 રન નોંધાવ્યા છે. પુજારાની સરેરાશ ઓસ્ટ્રેલિયા સામે 50.82 ની રહી છે. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે 5 સદી નોંધાવી છે.
Published On - 9:51 am, Sat, 3 June 23