WTC FINAL : ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવી ઓલઆઉટ, સ્મિથ-હેડની સેન્ચુરી, સિરાજે લીધી ચાર વિકેટ

એલેક્સ કેરીએ 48 અને ડેવિડ વોર્નરે 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.

WTC FINAL : ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવી ઓલઆઉટ, સ્મિથ-હેડની સેન્ચુરી, સિરાજે લીધી ચાર વિકેટ
WTC FINAL 2023
| Edited By: | Updated on: Jun 08, 2023 | 7:04 PM

WTC FINAL 2023 : આજે 8 જૂનના રોજ ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના બીજા દિવસની શરુઆત થઈ હતી. પ્રથમ ઈનિંગના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રન પર ઓલઆઉટ થઈ હતી. ટ્રેવિસ હેડ એ 163 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સ્ટીવ સ્મિથ (steve smith) એ પણ 121 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 285 રનની પાર્ટનરશિપ થઈ હતી. અલેક્સ કેરી એ 48 રન અને ડેવિડ વોર્નરે 43 રન બનાવ્યા હતા.

ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક રન આઉટ થયો છે. આ મોટા સ્કોરને મેચ કરવા માટે ભારતે ત્રીજા દિવસના અંત સુધી બેટિંગ કરવી પડશે.

લંચ બ્રેક સુધી બીજા દિવસની રમતમાં શું થયું ?

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને 422 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 163 અને સ્ટીવ સ્મિથ 121 રને આઉટ થયા હતા. એલેક્સ કેરી 22 અને પેટ કમિન્સ બે રને રમી રહ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમી, સિરાજ અને શાર્દુલે બે-બે વિકેટ લીધી હતી.

બીજા દિવસની રમતની કેટલીક રોમાંચક ક્ષણો

 

 

 

 

 

ભારતીય ટીમે ટોસ જીતીને પસંદ કરી હતી બોલિંગ


ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા ટીમની પ્લેઈંગ ઈલેવન: ડેવિડ વોર્નર, ઉસ્માના ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:44 pm, Thu, 8 June 23