London : ભારતીય ક્રિકેટ ટીમને WTC Finalમાં હરાવીને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ આઈસીસી ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની છે. ભારત પાસે પણ આ કિર્તીમાન રચવાની તક હતી પણ ભારતીય ટીમ તેમાં સફળ રહી ના હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે જે કમાલ કર્યો છે તે પહેલો કોઈ ટીમ કરી શકી નથી.
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2006 અને 2009માં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એરોન ફ્રિન્ચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2021નો ટી20 વર્લ્ડ કપ જીતી હતી. આજે પેટ કમિન્સની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ WTCની ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એવી પહેલી ટીમ બની છે જેની પાસે આઈસીસીની તમામ ઈવેન્ટ જીતનારી ટીમ બની છે.
આ પણ વાંચો : Breaking News : ફરી WTC Finalમાં હારી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ બની ટેસ્ટ ચેમ્પિયન
Cricket World Cup ✅
T20 World Cup ✅
Champions Trophy ✅
World Test Championship ✅The all-conquering Australia have now won every ICC Men’s Trophy 🏆 pic.twitter.com/YyzL8NSvTF
— ICC (@ICC) June 11, 2023
The first team to win all the ICC Men’s titles 👏#WTC23 | #AUSvIND pic.twitter.com/wo1Y6la2Lx
— ICC (@ICC) June 11, 2023
The celebrations are on 🎉🇦🇺#WTC23 | #AUSvIND pic.twitter.com/bJrfmiM2Tf
— ICC (@ICC) June 11, 2023
A blistering century that set the tone for Australia 🔥
For his magnificent first innings 💯, Travis Head is the @aramco Player of the Match 👏
More 👉 https://t.co/nw5oV1nbCt#WTC23 | #AUSvIND pic.twitter.com/oR5B3iMdLM
— ICC (@ICC) June 11, 2023
આ પણ વાંચો : છેલ્લા 10 વર્ષમાં 9 ICC ટુર્નામેન્ટમાં હારી ભારતીય ટીમ, દશેરાના દિવસે જ કેમ નથી દોડતો ઘોડો ?
7 જૂનના રોજ ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમ 296 રન પર ઓલઆઉટ થઈ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે 173 રનની લીડ હતી.
બીજી ઈનિંગમાં 270 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય ટીમ આ વિશાળ રનને ચેઝ કરીને ઈતિહાસ રચવામાં નિષ્ફળ રહી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 234 રન પર ઓલઆઉટ થયા ઓસ્ટ્રેલિયાની ટીમે 209 રનથી જીત મેળવી હતી.