WPL Opening Ceremony 2023: ક્રિતી અને કિયારાએ સ્ટેડિયમમાં કર્યું રિહર્સલ, જુઓ આવા હશે ઓપનિંગ સેરેમનીના દ્રશ્યો

|

Mar 04, 2023 | 8:02 AM

પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7 વાગ્યાથી શરુ થશે. આ મેચના 2 કલાક પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની શરુ થશે. તેની તૈયારી માટે સ્ટેડિયમમાં 3 સ્ટાર્સ રિહસર્લ કરતા જોવા મળ્યા હતા. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

WPL Opening Ceremony 2023: ક્રિતી અને કિયારાએ સ્ટેડિયમમાં કર્યું રિહર્સલ, જુઓ આવા હશે ઓપનિંગ સેરેમનીના દ્રશ્યો
WPL Opening Ceremony 2023

Follow us on

આજે 4 માર્ચથી ભારતમાં વુમેન્સ પ્રીમિયર લીગના પ્રથમ સીઝનની શરુઆત થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 5 ટીમો એકબીજા સામે ટકરાશે. આજે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈવાઈ પાટિલ સ્ટેડિયમમાં યોજાઈ છે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7 વાગ્યાથી શરુ થશે. આ મેચના 2 કલાક પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની શરુ થશે. તેની તૈયારી માટે સ્ટેડિયમમાં 3 સ્ટાર્સ રિહસર્લ કરતા જોવા મળ્યા હતા. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

ઓપનિંગ સેરેમની માટે સ્ટાર્સે સ્ટેડિયમમાં કરી રિહર્સલ

 

 

ઓપનિંગ સેરેમનીમાં દેખાશે આ સ્ટાર્સ

વુમેન્સ પ્રીમિયર લીગ આજે 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યાથી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં કિયારા અડવાણી અને કૃતિ સેનન પરફોર્મ કરશે. આ બંનેની સાથે જ પોપ્યુલર સિંગર એપી ઢિલ્લોન પણ પરફોર્મ કરવાનો છે.

WPL 2023નું આજે વધુ એક એન્થમ સોન્ગ થશે રિલીઝ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.આજે વધુ એક એન્થમ સોન્ગ રિલીઝ કરવામાં આવશે.

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા સિઝનમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

Next Article