
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટેની મેગા હરાજી દિલ્હી ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. પાંચ ફ્રેંચાઇઝી વચ્ચે ખેલાડીઓને ખરીદવા માટે જોરદાર બોલી યુદ્ધ જોવા મળ્યું. કુલ 67 ખેલાડીઓની ખરીદી પર ફ્રેંચાઇઝીઓએ મળીને ₹40.8 કરોડ ખર્ચ્યા.
ખાસ વાત એ રહી કે આ હરાજીમાં ભારતીય ખેલાડીઓની ખૂબ માંગ જોવા મળી. છતાંય, અનેક ટોચના આંતરરાષ્ટ્રીય અને ભારતીય સ્ટાર ખેલાડીઓ પર એકપણ બોલી ન લાગી જે ક્રિકેટપ્રેમીઓ માટે ચોક્કસપણે ચોંકાવનારી બાબત હતી.
આ હરાજીમાં કુલ 276 ખેલાડીઓ શામેલ થયા હતા, જેમાંથી 209 ખેલાડીઓ વેચાયા નહિ. વેચાયા વિના બચી ગયેલા ખેલાડીઓમાં સૌથી મોટું નામ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલી રહ્યું. હરાજીની શરૂઆત જ તેના નામથી થઈ હતી અને તેની બેઝ પ્રાઈસ ₹50 લાખ રાખવામાં આવી હતી. છતાં, કોઈ ફ્રેન્ચાઇઝીએ તેના પર બોલી ન લગાવતાં તે માર્કી સેટમાં એકમાત્ર ખેલાડી બની જે વેચાઈ નહિ. આ પરિસ્થિતિથી ક્રિકેટ સમુદાયમાં આશ્ચર્ય ફેલાયું.
આ હરાજીમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઉમા છેત્રી પણ વેચાઈ ના શકી. તેની બેઝ પ્રાઈસ પણ ₹50 લાખ હતી, પરંતુ કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો. નોંધનીય છે કે ઉમા છેત્રી ભારતીય ટીમ સાથે 2025 ODI વર્લ્ડ કપ વિજેતા દળનો ભાગ રહી ચૂકી છે અને બાંગ્લાદેશ સામે મેચ પણ રમી હતી. ગયા સિઝનમાં તે યુપી વોરિયર્સ ટીમ માટે રમતી હતી, પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ તેને રિટેઇન નહોતી કરી.
એકેય બોલી વગર રહી ગયેલી અન્ય મોટી ખેલાડીઓ
કેટલીંક ટોચની આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ આ હરાજીમાં વેચાઈ ના શકી, જેમ કે,
ક્રિકેટ વિશ્લેષકોના મતે, યુવા અને T20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થવાને કારણે અનુભવી ખેલાડીઓ પર બોલી ઓછું જોવા મળી.