WPL 2023 Champion : મુંબઈ ઈન્ડિયન્સ બની WPLની પ્રથમ ચેમ્પિયન ટીમ, ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું

|

Mar 26, 2023 | 10:57 PM

Mumbai indians vs Delhi capitals Final Match Result : વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ વચ્ચે હતી. આ રોમાંચ મેચ જોવા હજારોની સંખ્યમાં ફેન્સ હાજર રહ્યા હતા.

WPL 2023 Champion : મુંબઈ ઈન્ડિયન્સ બની WPLની પ્રથમ ચેમ્પિયન ટીમ, ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું
WPL 2023 Champion Mumbai indians

Follow us on

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ટોસ હારી હતી.મુંબઈ ઈનિયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. ચેમ્પિયન બનવા માટે 132 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરી હતી.હરમનપ્રીત કૌરની ટીમે 19.3 ઓવરમાં જ 3 વિકેટના નુકશાન સાથે 134 રન બનાવ્યા હતા. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે.

વુમન્સ પ્રીમિયર લીગની આ રોમાંચક મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ બ્રેબોન સ્ટેડિયમમાં હાજર હતા. ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ આ મેચ જોવા બ્રેબોન સ્ટેડિયમ પહોંચ્યા હતા. સચિન, યુસુફ પઠાન, રોહિત શર્મા, ઇશાન શર્મા અને બીસીસીઆઈ સચિવ જય શાહ આ મેચ જોવા પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે બર્થ ડેના દિવસે મહત્વપૂર્ણ મેચમાં હારવું પડયું, યુપી વોરિયર્સની કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાની વાઈસ કેપ્ટન હીલીએ પણ એલિમિનેટર મેચમાં પોતાના બર્થ ડેના દિવસે હારવું પડયું હતું. આ બંને હાર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમે સામે મળી હતી.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વોન્ગે 4 ઓવરમાં 42 રન આપી 3 વિકેટ લીધી હતી. હેલી મેથ્યૂઝે 4 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે 2 ઓવર મેડન નાંખી હતી.એમિલા કેરે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં મૈથ્યુઝે 13 રન, યાસ્તિકાએ 4 રન, સિવર બ્રન્ટે 60 રન, હરમનપ્રીત કૌરે 37 રન અને એમેલિયા કેરે 14 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે 35 રન, શેફાલી વર્માએ 11 રન, જેમિમાહ રોડ્રિગ્સે 9 રન, મેરિઝાન કેપએ 18 રન, એલિસ કેપ્સીએ 0 રન, જેસ જોનાસને 2 રન, અરુંધતી રેડ્ડીએ 0 રન, તાનિયા ભાટિયાએ 0 રન, રાધા યાદવે 27 રન, શિખા પાંડેએ 27 રન અને મિનુ મણિએ 1 રન બનાવ્યો હતો.પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સે 4 સિક્સર ફટકારી હતી, જ્યારે 15 ચોગ્ગા ફટકાર્યા હતા.બીજી ઈનિંગમાં રાધા યાદવે 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. જ્યારે જોનાસને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ફાઈનલ મેચ જોવા પહોંચ્યા સચિન, રોહિત અને ઈશાન

 

વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ જોવા માટે ભારતીય પુરુષ ક્રિકેટરો પણ પહોંચ્યા હતા. સચિન, રોહિત અને ઈશાન શર્મા જેવા ખેલાડીઓ મેદાનના બિગ સ્ક્રીન પર દેખાતા ફેન્સ ઝૂમી ઉઠયા હતા. મેદાનમાં સચિન..સચિન..ના નારા પણ લાગ્યા હતા.

 

પ્રથમ ઈનિંગની રોમાંચક ક્ષણો

 

 

 

 

ફાઈનલમાં બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલવેન : મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાધા યાદવ, શિખા પાંડે, મિનુ મણિ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલવેન: યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), હેલી મેથ્યુઝ, નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન),  કેર, પૂજા વસ્ત્રાકર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

આવુ હતું વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

20 મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ

20 ગ્રુપ સ્ટેજની મેચ બાદ 12 પોઈન્ટ અને સારી રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોપ કર્યું હતુ. જ્યારે મુંબઈ ટીમ 8 મેચમાં 6 જીત સાથે બીજા ક્રમે હતુ. અને યુપી વોરિયર્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતું.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ હતું. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાઈ હતી. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવી હતી.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું હતું. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે હતું. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા હતા.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Published On - 10:44 pm, Sun, 26 March 23

Next Article