આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું મંગળવારે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યા બાદ શશી થરૂરે નારાજની વ્યક્ત કરી હતી અને આ અંગે કટાક્ષભર્યુ ટ્વિટ પણ કર્યું હતું. જે અંગે કેરળ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતના 10 શહેરોની આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપની યજમાની માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે જે શહેરોને યજમાની ન મળી તેમના ક્રિકેટ બોર્ડ આનાથી નિરાશ થયા છે. સાથે જ તે શહેરના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરનું નામ પણ સામેલ છે.
Disappointed to see that Thiruvananthapuram’s #SportsHub, hailed by many as the best cricket stadium in India, is missing from the #WorldCup2023 fixture list. Ahmedabad is becoming the new cricket capital of the country, but could a match or two not have been allotted to Kerala? pic.twitter.com/55jU1PLksQ
— Shashi Tharoor (@ShashiTharoor) June 27, 2023
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ અંગે ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તિરુવનંતપુરમનું નામ વર્લ્ડ કપની મેચોની યજમાનીમાં ન હોવાથી દુઃખ થયું છે. દેશના બીજા અનેક ક્રિકેટ સ્ટેડિયમોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અમદાવાદ હવે દેશની નવી ક્રિકેટ રાજધાની બની રહી છે. કેરળને અમુક મેચની યજમાની મળી શકી હોત.
Ahmedabad Stadium has a huge capacity. Before Ahmedabad it was Eden Gardens with 60,000-70,000 capacity, so most of the matches used to go to Eden. Now because Ahmedabad is the best facility and the world’s largest stadium definitely more matches will go to that side only. That… pic.twitter.com/uYouRKstTw
— ANI (@ANI) June 28, 2023
કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) ના પ્રમુખ જયેશ જ્યોર્જ દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેડિયમમાં વિશાળ ક્ષમતા છે. અમદાવાદ પહેલા તે ઈડન ગાર્ડન્સ હતું જેમાં 60,000-70,000ની ક્ષમતા હતી, તેથી મોટાભાગની મેચો ઈડન ગાર્ડન્સમાં થતી હતી. હવે કારણ કે અમદાવાદ શ્રેષ્ઠ સુવિધા છે અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, ચોક્કસપણે વધુ મેચો ત્યાં જ યોજાશે. શશિ થરૂરના ટ્વિટમાં તથ્યોની કમી હતી.
Published On - 12:00 am, Thu, 29 June 23