અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં એક ઘુસણખોર મેદાનમાં ઘુસી ગયો હતો. આ ઘટના ભારતીય ઈનિંગ્સ દરમિયાન બની હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર હતા. મેદાનમાં પ્રવેશનાર વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો હોવાનું કહેવાય છે. તેનું નામ જોન્સ હોવાનું કહેવાય છે અને તે પેલેસ્ટાઈનનો સમર્થક છે. તે વ્યક્તિના ટી-શર્ટ પર લખેલું હતું, પેલેસ્ટાઈનમાં બોમ્બિંગ બંધ કરો. તેની ધરપકડ કરવામાં આવી છે.
મેદાનમાં ઉતરેલા માણસને કારણે ઓસ્ટ્રેલિયા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શું આ કોહલીને આઉટ કરવાનું કાવતરું હતું કારણ કે તેનાથી કોહલીનું ધ્યાન ભટક્યું હતું. મેદાનમાં પ્રવેશ્યા બાદ તે વ્યક્તિ સીધો કોહલી પાસે ગયો. તેણે કોહલીના ખભા પર હાથ પણ રાખ્યો હતો. આ ઘટનાને કારણે થોડો સમય રમત બંધ કરવી પડી હતી.
મેચમાં વિરાટ કોહલી 54 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. જ્યાં સુધી કોહલી ક્રિઝ પર હતો ત્યાં સુધી તે ઘણો સારો દેખાઈ રહ્યો હતો. તે સ્ટ્રાઈક ફેરવી રહ્યો હતો. તેણે રાહુલ સાથે ભાગીદારી પણ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
A fan with PALESTINE flag breached the field to meet Virat Kohli during the match ! pic.twitter.com/A6S2RdAsxi
— Mukhtar Chaniya (@mukhtar47) November 19, 2023
ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું ત્યારે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ 47, કોહલીએ 54, કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 55 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે હેઝલવુડ અને કમિન્સે 2-2 વિકેટ લીધી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 20 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે. 2003ના વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો આમને-સામને આવી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.
આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચમાં LIVE Betting Rate શું ચાલી રહ્યો છે? જુઓ અહીં