World Cup 2023: ટીમ ઈન્ડિયા શા માટે જીતી શકે છે વર્લ્ડ કપ, જાણો 5 મોટા કારણો

|

Sep 05, 2023 | 8:05 PM

ભારતે છેલ્લે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ભારત બે વનડે વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ જીતી શક્યું ન હતું અને હવે તે ઘરઆંગણે ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.ટીમ ઈન્ડિયા કોઈપણ ટૂર્નામેન્ટમાં જાય, તે ટાઈટલ જીતવાના દાવેદારોમાં રહે છે. રોહિત પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે અને વિશ્વ વિજેતા કેપ્ટન બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયામાં પણ ખિતાબ જીતવાની ક્ષમતા છે. આના પાંચ મોટા કારણો છે.

World Cup 2023: ટીમ ઈન્ડિયા શા માટે જીતી શકે છે વર્લ્ડ કપ, જાણો 5 મોટા કારણો
World Cup 2023

Follow us on

ODI વર્લ્ડ કપ (World Cup 2023) ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતને જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા (Team India) એ છેલ્લે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારે પણ આ વર્લ્ડ કપ ભારતમાં જ રમાયો હતો. આ વખતે ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પૂરો પ્રયાસ કરશે. BCCI વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સાથે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી.

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર

ટીમ ઈન્ડિયા કોઈપણ ટૂર્નામેન્ટમાં જાય, તે ટાઈટલ જીતવાના દાવેદારોમાં રહે છે. રોહિત પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે અને વિશ્વ વિજેતા કેપ્ટન બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયામાં પણ ખિતાબ જીતવાની ક્ષમતા છે. આના પાંચ મોટા કારણો છે.

હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ટીમ ઈન્ડિયાને થશે લાભ

આ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે રમવાનો ચોક્કસ ફાયદો થશે. ભારતીય ટીમ જાણે છે કે ભારતીય પીચો કેવી છે અને ટીમના ખેલાડીઓ લાંબા સમયથી આ પીચો પર રમી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ જાણે છે કે આ પીચો પર કેવી રીતે રમવું.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ભારતની ટોપ ક્લાસ બેટિંગ લાઈનઅપ

ભારતમાં રમતી વખતે અન્ય ટીમોને સૌથી મોટી મુશ્કેલીનો સામનો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને થશે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન જાણે છે કે અહીં કેવી રીતે રમવું. ભારતની ટીમના ખેલાડીઓની એવરેજ શાનદાર છે. વિરાટ કોહલીએ ભારતમાં 110 ODI મેચોમાં 57.94ની એવરેજથી રન બનાવ્યા છે. રોહિતે ભારતમાં 79 મેચોમાં 58.10ની એવરેજથી રન બનાવ્યા છે.

ભારતીય સ્પિનરોની દમદાર ત્રિપુટી

ભારતીય પીચો સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. ભારતમાં અન્ય દેશોની ટીમો સ્પિનરો સામે સંઘર્ષ કરતી જોવા મળી છે. ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરો છે જેની પસંદગી વર્લ્ડ કપ માટે કરવામાં આવી છે. કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે. કુલદીપ અને જાડેજાની જોડી ભારતીય પીચો પર કોઈપણ બેટિંગ ઓર્ડરને નષ્ટ કરી શકે છે. અક્ષર પટેલ એક્સ ફેક્ટર છે અને બેટિંગ-બોલિંગ બંનેમાં કમાલ કરી શકે છે.

આ પણ વાંચો : World Cup 2023: આ છે નવી ટીમ ઈન્ડિયા, હવે ‘કુલચા’ નહીં પરંતુ ‘કુલજા’ની જોડી વર્લ્ડ કપમાં કરશે કમાલ

ફાસ્ટ બોલિંગ આક્રમણ છે મજબૂત

માત્ર સ્પિન જ નહીં, ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ આ સમયે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. તાજેતરમાં જસપ્રીત બુમરાહ પણ સંપૂર્ણ રીતે ફિટ થઈને એક વર્ષ પછી ટીમમાં પાછો ફર્યો છે. તેના આગમનથી ભારતની બોલિંગ પણ ઘણી મજબૂત બની છે. આસિવાય મહોમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં છે અને શમી પાસે બહોળો અનુભવ સાથે ગતિ અને વિકેટ લેવાની ક્ષમતા છે.

મિડલ ઓર્ડરમાં સારું બેલેન્સ

ભારતે વર્લ્ડ કપ માટે જે ટીમની પસંદગી કરી છે તેને જોતા ટીમનું સંતુલન ખૂબ જ મજબૂત દેખાય છે. ટીમ પાસે શ્રેષ્ઠ ટોપ ઓર્ડર છે જેમાં હાલના વિશ્વના બે સૌથી મોટા બેટ્સમેન – વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર ટીમના મિડલ ઓર્ડરમાં છે. ફિનિશર તરીકે હાર્દિક પંડ્યા પાસે ગમે ત્યાંથી મેચને ફેરવવાની શક્તિ છે. શાર્દુલ ઠાકુર, જાડેજા અને પટેલના રૂપમાં સારા ઓલરાઉન્ડર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article