World Cup 2023: માત્ર 4 દિવસ અને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં કરશે પ્રવેશ!

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિતની ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 3 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. 6 પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. મોટી વાત એ છે કે રોહિત શર્મા પોતે પણ શાનદાર ફોર્મમાં છે. ભારતીય કેપ્ટને એક સદી અને એક અડધી સદી ફટકારી છે. તેણે પાકિસ્તાન સામે 86 રનની ઈનિંગ રમી હતી. રોહિત ની ટીમ આ પહેલા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવી ચૂકી છે.

World Cup 2023: માત્ર 4 દિવસ અને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં કરશે પ્રવેશ!
Team India
| Edited By: | Updated on: Oct 15, 2023 | 7:13 AM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર ફોર્મ છે. અમદાવાદમાં શનિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન (Pakistan) ને 7 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે આ 8મો વિજય છે. ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો 1992માં શરૂ થયો હતો. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા (Team India) ની આ ત્રીજી જીત છે. 6 પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

રોહિત શર્મા જોરદાર ફોર્મમાં

ટીમ ઈન્ડિયા જે ફોર્મમાં છે તે જોતા એવું લાગે છે કે ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ટીમ કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી. બધા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહથી લઈને કુલદીપ યાદવ સુધી વિરોધી બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થયા છે. રોહિત શર્મા પોતે બેટિંગમાં જોરદાર ફોર્મમાં છે. પહેલા તેણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી અને હવે તેણે પાકિસ્તાન સામે તોફાની ફિફ્ટી ફટકારી હતી.

ભારતની હજી 6 લીગ મેચ બાકી

ટીમ ઈન્ડિયાને લીગ તબક્કામાં વધુ 6 મેચ રમવાની છે. તેમની આગામી મેચ 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે છે. 22 ઓક્ટોબરે ટીમનો મુકાબલો ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે થશે અને 29 ઓક્ટોબરે ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ પછી ટીમ ઈન્ડિયાની મેચ બીજી મુંબઈમાં શ્રીલંકા સામે રમશે. રોહિતની ટીમ કોલકાતામાં 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે અને બાદમાં લીગ સ્ટેજની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે 11 નવેમ્બરે રમશે.

ટીમ ઈન્ડિયા ટોપ-4માં પહોંચી જશે !

જો કે, જો ટીમ ઈન્ડિયા તેનું ફોર્મ ચાલુ રાખશે તો તે બીજી નવેમ્બરે જ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. જો રોહિત બ્રિગેડ 19મી ઓક્ટોબર, 22 ઓક્ટોબર, 29 ઓક્ટોબર અને 2જી નવેમ્બરે જીત નોંધાવે છે તો ટીમ ઈન્ડિયા ટોપ-4માં પહોંચી જશે. ટીમ ઈન્ડિયાનું ફોર્મ જોતા આ પણ શક્ય લાગી રહ્યું છે.

રોહિતે શું કહ્યું?

પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, બોલરોએ અમારા માટે જીતનો પાયો નાખ્યો હતો. પાકિસ્તાનને 190 રન પર ઓલઆઉટ કરવું મોટી વાત હતી. આ પીચ 190 રન પૂરતી નહોતી અને એક સમયે એવું લાગતું હતું કે તેઓ 280 કે 290 રન પાકિસ્તાન બનાવશે, પરંતુ અમારી પાસે છ બોલર છે જે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : ભારતીય ટીમે પાકિસ્તાનને આપી ધોબીપછાડ, આટલા કરોડ લોકોએ હોટસ્ટાર પર લાઈવ જોઈ મેચ

ટીમ ઈન્ડિયા કોઈને પણ હરાવી શકે છે !

રોહિતે શર્માએ વધુમાં કહ્યું કે, અમે આ જીતથી વધારે ઉત્સાહિત થવા માંગતા નથી. આ એક લાંબી ટુર્નામેન્ટ છે. નવ લીગ મેચો, પછી સેમી ફાઈનલ અને ફાઈનલ. સંતુલન જાળવીને આગળ વધવું પડશે. કોઈપણ ટીમ કોઈને પણ હરાવી શકે છે. અમારે મેચના દિવસે સારું રમવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો