World Cup 2023: કેવી રીતે મળશે ટિકીટ, અહીં કરો ઓનલાઇન બુકિંગ, ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાની તૈયારીઓ શરૂ

World Cup 2023: ભારત-પાકિસ્તાનની ટક્કર હોય અને સ્ટેડિયમમાં એક પણ સીટ ખાલી રહી જાય તે કેવી રીતે શક્ય છે. લોકો હાઇ પ્રાઇસ રેટમાં પણ ટિકીટ લઇ લેતા હોય છે. ટિકીટ માટે લાંબી લાઇન થતી હોય છે અને સીટ માટે મારામારી હોય છે. એવામાં જાણીએ કે ઓનલાઇન બુકિંગ કેવી રીતે થશે?

World Cup 2023: કેવી રીતે મળશે ટિકીટ, અહીં કરો ઓનલાઇન બુકિંગ, ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાની તૈયારીઓ શરૂ
India-Pakistan to face-off on 15th October in Ahmedabad
| Edited By: | Updated on: Jun 28, 2023 | 4:42 PM

World Cup 2023 :વર્ષ 2012 બાદ આ પ્રથમ વખત થશે કે ભારત કોઇ વનડે આંતરરાષ્ટ્રીયમાં પાકિસ્તાનની મેજબાની કરશે. છેલ્લી વખત મેન ઇન ગ્રીનની ભારતમાં ભારત સામે છેલ્લી વખત 50 ઓવરની મેચ 6 જાન્યુઆરી 2013 ના રોજ અરૂણ જેટલી સ્ટેડિયમમાં (ત્યારે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ) રમાઇ હતી.

ભારતે પાકિસ્તાનને લો સ્કોરિંગ મેચમાં 10 રનથી માત આપી હતી. નોંધપાત્ર છે કે ત્રણ મેચની વનડે શ્રેણીમાં પાકિસ્તાને પ્રથમ બે વનડે જીતીને ભારતને શ્રેણીમાં 2-1 થી માત આપી હતી. હવે 10 વર્ષથી પણ વધુ સમય બાદ બંને ટીમ એક વખત ફરીથી ભારતની ધરતી પર એક બીજા સામે ટકરાશે.

27 જૂને ODI Cricket World Cup 2023 ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જેના પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના રોજ ભારતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદમાં મેચ જોવા પહોંચશે. દરેક ક્રિકેટ ફેન ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચીને આ મેચ નિહાળવાનું પ્રયાસ કરશે. જો તમે પણ સ્ટેડિયમમાં જઇને મેચ જોવા માગતા હોય તો આપને જણાવી દઇએ કે ઓનલાઇન બુકિંગ કેવી રીતે કરી શકાય છે.


ટિકીટ ઓનલાઇન ક્યારે ઉપલબ્ધ થશે?

આ મેચની વધુ ટિકીટ તો ઓનલાઇન જ આપવામાં આવશે. ભારત-પાકિસ્તાનની વિશ્વ કપ મેચની ટિકિટ સામાન્ય રીતે તો તરત જ વેચાઇ જતી હોય છે. ભારત અને પાકિસ્તાનની વિશ્વ કપ 2023ની મેચની ટિકિટનું થોડા સમયમાં ઓનલાઇન વેચાણ શરૂ થઇ જશે. ટિકિટ આઇસીસીની સત્તાવાર વેબસાઇટ અને ઓફિશિયલ ટિકિટ ભાગીદારોની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : Rinku Singh Debut: રિંકુ સિંહનું 38 દિવસ બાદ પુરુ થઇ શકે છે સ્વપ્ન, શરૂ કરી દીધી તૈયારીઓ !

ટિકિટની કિંમત શુ હશે?

ટિકિટની કિંમતની તમામ વિગત પણ જલ્દી ઉપલબ્ધ કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની મહા જંગ માટે ટિકિટના દર વધુ હોવાની અપેક્ષા છે કારણ કે ટિકિટની માગ ઘણી વધારે હશે. હાલમાં જે આઇપીએેલ 2023ની સીઝન સમાપ્ત થઇ હતી તેમાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમાયો હતો. તે ફાઇનલ મેચની ટિકિટનો રેટ એક હજાર રૂપિયા થી શરૂ થતો હતો.

 

2012 માં અમદાવાદમાં રમાઇ હતી ભારત-પાકિસ્તાનની મેચ

અમદાવાદમાં જૂના સ્ટેડિયમમાં 28 ડિસેમ્બર, 2012ના રોજ ભારત અને પાકિસ્તાનન વચ્ચે ટી20 મેચ રમાઇ હતી, જેમાં ભારતની 11 રનથી જીત થઇ હતી. નવનિર્મિત સ્ટેડિયમ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું સાક્ષી બનશે. વિશ્વ કપની મેચ હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઇ, લખનઉ, પુણે, બેંગલુરૂ, મુંબઇ અને કોલકત્તામાં રમાશે. ગુવાહાટી અને તિરૂવનંતપુરમ સિવાય હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:04 pm, Wed, 28 June 23