રવિન્દ્ર જાડેજા DLS રિવ્યૂ સમયે રિવાબાએ કર્યો જાદુ ? ફેન્સે આપ્યા ગજબના રિએક્શન

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ તેમને ફાઈનલ મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. રિવાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'ક્રિકેટના મેદાનમાં પગ મૂકતાં જ મારું દિલ ગર્વથી ફૂલી જાય છે. રિવાબાના ફાઈનલ મેચ દરમિયાનના કેટલાક રિએક્શન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા DLS રિવ્યૂ સમયે રિવાબાએ કર્યો જાદુ ? ફેન્સે આપ્યા ગજબના રિએક્શન
world cup 2023
| Edited By: | Updated on: Nov 19, 2023 | 4:59 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચનો જંગ જામ્યો હતો. આ મેચ જોવા ઘણા ક્રિકેટર્સની પત્નીઓ સ્ટેડિયમમાં પહોંચી હતી. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા પણ ભારતીય ટીમને સપોર્ટ કરવા નમો સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમના કેટલાક રિએક્શન વાયરલ થયા હતા.

29મી ઓવર પેટ કમિન્સ ફેંકી રહ્યો હતો. તે દરમિયાન ફ્લિક કરવાનો પ્રયાસ કરે છે અને એલબીડબ્લયુની અપીલ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન રિવાબા પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. જ્યારે 35મી ઓવરમાં જાડેજા 9 રનના સ્કોર પર કેચ આઉટ થાય છે ત્યારે રિવાબા થોડા નીરાશ થઈને કપમાંથી ચા/કોફી પીતા જોવા મળે છે.

એલબીડબ્લયુના રિવ્યૂ દરમિયાન જાડેજા નોટઆઉટ જાહેર થતા, ફેન્સ સોશિયલ મીડિયા પર રિવાબાની પ્રંશસા કરી રહ્યા હતા. ફાઈનલ મેચ પહેલા રિવાબાએ જાડેજાને ટ્વિટર પર શુભકામના પાઠવી હતી. તે પોસ્ટ પર વાયરલ થઈ રહી છે. ફેન્સ કહી રહ્યા છે કે રિવાબાના આર્શીવાદને કારણે જાડેજા આઉટ થતા બચ્યો હતો.

ફેન્સના રિએક્શન થયા વાયરલ

 

 

 

 

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ તેમને ફાઈનલ મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. રિવાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘ક્રિકેટના મેદાનમાં પગ મૂકતાં જ મારું દિલ ગર્વથી ફૂલી જાય છે. તમારા દિલના દરેક ધબકારા અબજો દિલના સપના સાથે પડઘો પાડે. શુભકામનાઓ, મારા પ્રેમ, જય હિન્દ. તેણે તેની સાથે રવિન્દ્ર જાડેજા અને પોતાની એક તસવીર પણ શેર કરી છે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

 

 

 

Published On - 4:58 pm, Sun, 19 November 23