વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં રવિવારે મોટો અપસેટ જોવા મળ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમનો અફઘાનિસ્તાન સામે 69 રનથી હારનો સામનો કરવા પડ્યો હતો. મેચ દરમિયાન ઈંગ્લેન્ડ (England) નો સેમ કરન પોતાના પ્રર્દશનથી ખૂબ જ નિરાશ જણાતો હતો. અને તેના ગુસ્સાનો શિકાર કેમેરામેન બન્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.
વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. એવામાં અફઘાનિસ્તાન જેવી ટીમ સામે સેમ કરન પાસેથી ઈંગ્લેન્ડની ટીમને સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ આ મેચમાં પણ તે કોઈ કમાલ ન કરી શક્યો. ઊલટું તે સૌથી વધુ ખર્ચાડ ઇંગ્લિશ બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં.
અફઘાનિસ્તાનની બેટિંગ દરમિયાન સેમ કરને પાવર પ્લેમાં એક ઓવરમાં 20 રન આપ્યા હતા. જે બાદ કરન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે આવ્યો હતો. ત્યારે એક કેમેરામેન તેની પાસે કેમેરો લઈ ગયો, તે દરમિયાન કરને કેમેરામેનના કેમેરાને હાથ વડે એક તરફ ધક્કો મારી હટાવ્યો હતો. તે ગુસ્સામાં હતો અને તેણે આ હરકત કરી હતી, જે કેમેરામાં કેપ્ચર થઈ અને આ વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો.
Sam Curran angry at Cameraman#ENGvsAFG | #ENGvAFG | #CWC23pic.twitter.com/vCSawbQR14
— Don Cricket (@doncricket_) October 16, 2023
તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન ટીમની બેટિંગ દરમિયાન, કરણે પાવર પ્લેમાં ફેંકેલી તેની એક ઓવરમાં 20 રન આપ્યા, જેના પછી તે ખૂબ જ પરેશાન જોવા મળ્યો. આ પછી તેણે પોતાનો ગુસ્સો કેમેરામેન પર કાઢ્યો. કરન બાઉન્ડ્રી પાસે ઊભો હતો અનેકેમેરામેન વિડીયોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે કરને કેમેરામેનના કેમેરાને હાથ વડે એક તરફ ધક્કો માર્યો હતો.
આ પણ વાંચો : World Cup 2023 : આઉટ થયા બાદ ખેલાડીએ ખુરશી પર બેટ માર્યું, ICC કરશે કાર્યવાહી !
ઈંગ્લેન્ડે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે અફઘાનિસ્તાન સામે તેમને હારનો સામનો કરવો પડશે. મેચમાં પહેલા અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરી 284 રન બનાવ્યા, ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે બોલિંગમાં પણ અફઘાની ખેલાડીઓએ કમાલ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને 285નો ટાર્ગેટ ચેઝ કરવાથી રોકી હતી. ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Published On - 12:05 pm, Mon, 16 October 23