વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર બાદ બીજી મેચમાં જીત અને ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન સામે ફરી હાર સાથે ઈંગ્લેન્ડ (England) પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગઈ છે અને હવે તેમના વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.
વર્લ્ડ કપ 2023માં પોતાના ત્રીજા મુકાબલામાં ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવા પડ્યો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું હતું. આ હાર બાદ ઈંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન ટીમ હોવા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ આ જીત અફઘાનિસ્તાન માટે ખૂબ જ ખાસ હતી, તો બીજી તરફ ઈંગ્લેન્ડ માટે આ હાર શરમજનક રેકોર્ડ તરફ ટીમને લઈ ગઈ હતી.
Afghanistan’s big win over England earns them two valuable points, shaking up the #CWC23 standings pic.twitter.com/XGoQaNSwtD
— ICC (@ICC) October 16, 2023
રવિવારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી વનડે વર્લ્ડ કપમાં સૌપ્રથમ જીત મેળવી હતી, જ્યારે ઈંગ્લેન્ડની આ હાર વર્લ્ડ કપમાં 11 મી ટીમ સામેની હાર હતી. આ હાર સાથે જ ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં સૌથી વધુ ટીમો સામે હારનાર ટીમ બની ગઈ છે. આ ઈંગ્લેન્ડની ટીમ માટે શરમજનક રેકોર્ડ છે.
આ પણ વાંચો : World Cup 2023 : ઈંગ્લેન્ડના ખેલાડીએ કેમેરામેનને ધક્કો માર્યો ! Video થયો વાયરલ
વર્લ્ડ કપમાં સૌથી વધુ ટીમો સામે હાર મામલે ઈંગ્લેન્ડ બાદ બીજા ક્રમે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે. આ લિસ્ટમાં 9 ટીમો સામે હાર સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે છે. ત્યારબાદ 8 ટીમો સામે હાર સાથે ઓસ્ટ્રેલિયા, ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન અને 7 ટીમો સામે હાર સાથે ન્યુઝીલેન્ડ આ લિસ્ટમાં ચોથા અને પાંચમા ક્રમે છે.
ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને સૌથી વધુ છ વાર હરાવ્યું છે. જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાને ઈંગ્લેન્ડને પાંચ વાર, દક્ષિણ આફ્રિકા અને ભારતે ત્રણ વાર તથા બાંગ્લાદેશે બે વાર ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાને એક વાર ઈંગ્લેન્ડને હરાવ્યું છે.