ICC દ્વારા વર્લ્ડ કપની ફાઈનલ મેચની રૂપરેખા જાહેર, મ્યુઝિક કમ્પોસર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે કરશે પરફોર્મન્સ

|

Nov 17, 2023 | 9:32 PM

ICC અને BCCI દ્વારા વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમનીને શાનદાર બનાવવા કવાયત શરુ કરવામાં આવી છે. ICC દ્વારા ફાઈનલ મેચની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપ 2023ની ક્લોઝિંગ સેરેમની 4 ભાગમાં યોજાશે. મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર શાનદાર પરફોર્મન્સ આપીને વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીને યાદગાર બનાવશે. ચાલો જાણીએ વર્લ્ડ કપ 2023ની ક્લોઝિંગ સેરેમનીની મહત્વની અપડેટ.

ICC દ્વારા વર્લ્ડ કપની ફાઈનલ મેચની રૂપરેખા જાહેર, મ્યુઝિક કમ્પોસર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે કરશે પરફોર્મન્સ
World Cup 2023 Closing Ceremony

Follow us on

19 નવેમ્બર, 2023નો દિવસ તમામ ક્રિકેટ ફેન્સ માટે યાદગાર રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ શરુ થશે. આ પહેલા વર્લ્ડ કપની ભવ્ય ક્લોઝિંગ સેરેમની શરુ થશે. ICC અને BCCI દ્વારા વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમનીને શાનદાર બનાવવા કવાયત શરુ કરવામાં આવી છે. ICC દ્વારા ફાઈનલ મેચની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપ 2023ની ક્લોઝિંગ સેરેમની 4 ભાગમાં યોજાશે. મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર શાનદાર પરફોર્મન્સ આપીને વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીને યાદગાર બનાવશે.

વર્લ્ડ કપ 2023ની ક્લોઝિંગ સેરેમનીને લઈને મહત્વની અપડેટ

  • તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો રહેશે હાજર
  • તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર કરાયુ તૈયાર
  • વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનોની યોજાશે પરેડ
  • પરેડ બાદ BCCI દ્વારા તમામ કેપ્ટનોનું કરાશે સન્માન
  • મેચ દરમિયાન 4 ભાગમાં યોજાશે સેરેમની
  • બપોરે 1:45 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો
  • એર શો ને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક કરશે લિડ
  • સાંજે 5.30 વાગ્યે 15 મિનીટ યોજાશે પરફોર્મન્સ
  • મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે કરશે પરફોર્મન્સ
  • દેવા દેવા, કેસરીયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધુમ મચાલે, દંગલ અને થીમ સોંગ દિલ જશ્ન જશ્ન બોલે પર કરશે પરફોર્મન્સ
  • બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો
  • લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે
  • મેચના અંતે મનમોહક ડ્રોન શો યોજાશે
  • 1200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે
  • આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે
  • IPL ફાઈનલની જેમ જ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી જોવા મળશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આતશબાજી કરી ફ્લેશ આર્ટ

આ પણ વાંચો: એક એવો શેર જે દર 6 મહિને કરી રહ્યો છે પૈસા ડબલ, 100 ટકા મોનોપોલી છે, કોઈ દેવું નહીં

 

બગીચાની સુંદરતામાં વધારો કરતા બોંસાઈ પ્લાન્ટની આ રીતે રાખો કાળજી
1 સિગારેટ પીવાથી આટલી મીનિટ ઘટી જાય છે તમારું આયુષ્ય ! આ રીતે છોડો લત
જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ

વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રીથી સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો છે. 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ યોજાનાર છે.ત્યારે ક્રિકેટ રસિકોની મદદે આવી છે રેલવે. દેશભરમાંથી અમદાવાદ મેચ જોવા આવી રહેલા ક્રિકેટ રસીકો માટે ભારતીય રેલવેએ વધારાની ટ્રોન દોડાવવાની તૈયારી દર્શાવી છે. સાથે જ પરિસ્થિતિને અનૂકુળ રહે તેવી રીતે ટ્રેનમાં વધારાના કોચ પણ ઉમેરી શકે છે.રેલવે મુંબઇથી અમદાવાદ અને અન્ય રૂટ પર વધારાની ટ્રેન દોડાવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:19 pm, Fri, 17 November 23

Next Article