4 મહિના પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 12 વર્ષ જૂની યાદો ફરી તાજી થશે. વર્લ્ડ કપમાં વાનખેડે સ્ટેડિયમમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાની ટક્કર થશે. એ જ શ્રીલંકા જેને 12 વર્ષ પહેલા 2 એપ્રિલે વાનખેડેમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં હરાવીને 28 વર્ષ પછી ટાઈટલ જીત્યું હતું. શ્રીલંકાએ ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વેને હરાવીને વર્લ્ડ કપમાં ક્વોલિફાય કર્યું અને હવે 2 નવેમ્બરે ભારત સામે મુંબઈના વાનખેડેમાં ફરી ટકરાશે.
ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટ દ્વારા શ્રીલંકાને વર્લ્ડ કપ 2023માં પ્રથમ પ્રવેશ મળ્યો હતો. રવિવારે બુલાવાયોમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવવા માટે મહત્વપૂર્ણ હતી. આ મેચમાં વિજેતા ટીમને વર્લ્ડ કપ 2023માં એન્ટ્રી મળવાની હતી અને શ્રીલંકાએ 9 વિકેટે એકતરફી જીતના આધારે આ અદ્ભુત પ્રદર્શન કર્યું.
In ODI World Cup 2023:
•India vs Sri Lanka.
•Date – 2nd November.
•Venue – Wankhede.
•Start – 2 PM IST.Both teams once again face each other at same venues in after 12 years – This is going to be amazing! pic.twitter.com/fOSgZVB3Ib
— CricketMAN2 (@ImTanujSingh) July 2, 2023
શ્રીલંકાના બોલરોએ આ ટુર્નામેન્ટમાં વિરોધી ટીમના બેટ્સમેનોને સતત મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા અને ઝીમ્બાબ્વે સામે પણ આવું જ થયું. આ વખતે શ્રીલંકાની ટીમે પ્રથમ બોલિંગ કરતા ઝિમ્બાબ્વેને માત્ર 165 રનમાં સમેટી દીધી હતી. શ્રીલંકા તરફથી સ્પિનર મહિષ તિક્ષાનાએ 4 વિકેટ પોતાના નામે કરી હતી. ઝિમ્બાબ્વે તરફથી શોન વિલિયમ્સે 56 રન બનાવ્યા હતા, પરંતુ તેના સિવાય બાકીના બેટ્સમેનો વધુ યોગદાન આપી શક્યા ન હતા.
આટલો નાનો સ્કોર શ્રીલંકા માટે બહુ મુશ્કેલ ન હતો અને તેમ જ થયું. ઓપનર પથુમ નિસાન્કાએ માત્ર 102 બોલમાં 101 રનની શાનદાર સદી ફટકારીને ટીમને માત્ર 33.1 ઓવરમાં 9 વિકેટે જીત અપાવી હતી. નિસાંકા ઉપરાંત દિમુથ કરુણારત્નેએ 30 રન અને કુસલ મેન્ડિસે 25 રનની ભાગીદારી કરી હતી.
2nd APR, 2011 – India vs Sri Lanka at Wankhede.
2nd NOV, 2023 – India vs Sri Lanka at Wankhede.
📷 ICC via Getty Images pic.twitter.com/oCbG5OGGbA
— CricketGully (@thecricketgully) July 2, 2023
શ્રીલંકાના આ વિજયથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય ટીમ 2 એપ્રિલ 2011ના વર્લ્ડ કપની ફાઈનલની જેમ ફરી એકવાર વાનખેડે ખાતે શ્રીલંકાની સામે રમશે. કારણ કે શ્રીલંકા ક્વોલિફાયર-2 તરીકે વર્લ્ડ કપમાં પહોંચશે. ભારતીય ટીમ 2 નવેમ્બરે ક્વોલિફાયર-2 ટીમ સામે ટકરાશે. એટલે કે કુલ 4597 દિવસ બાદ ભારત અને શ્રીલંકા વર્લ્ડ કપમાં વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે.
જ્યાં સુધી વર્લ્ડ કપની બીજી ક્વોલિફાય ટીમનો સવાલ છે તો આ માટે ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ઝિમ્બાબ્વેના 6 પોઈન્ટ છે જ્યારે સ્કોટલેન્ડના 4 પોઈન્ટ છે. જોકે સ્કોટલેન્ડનો રન રેટ ઝિમ્બાબ્વે કરતા વધુ છે. 4 જુલાઈએ બંને વચ્ચે મેચ રમાશે અને જે આ મેચ જીતશે તે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરશે.