Women’s World Cup Final: ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીનું તોફાન, ફાઇનલમાં સદી ફટકારી તોડ્યો આ વર્લ્ડ રેકોર્ડ

|

Apr 03, 2022 | 9:32 AM

મહિલા વર્લ્ડ કપ 2022, ફાઈનલ: ઓસ્ટ્રેલિયાની વિકેટ કીપર બેટ્સમેન એલિસા હીલીએ ODI ક્રિકેટમાં પાંચમી સદી ફટકારી અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો.

Womens World Cup Final: ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીનું તોફાન, ફાઇનલમાં સદી ફટકારી તોડ્યો આ વર્લ્ડ રેકોર્ડ
Alyssa Healy (PC: ICC)

Follow us on

એલિસા હીલી (Alyssa Healy Century) ની સદીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે દિગ્ગજ ખેલાડી છે. આ ઓસ્ટ્રેલિયન વિકેટ-કીપરે મહિલા વિશ્વ કપ ફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી. એલિસા હીલી (Alyssa Healy) એ ઈંગ્લેન્ડ સામે હેગલી ઓવલ ખાતે બેટિંગ કરતી વખતે તેની વન-ડે ક્રિકેટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. એલિસા હીલીએ 100 બોલમાં સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના આ વિકેટકીપરે વર્લ્ડ કપમાં આ સતત બીજી સદી ફટકારી હતી. હીલીએ સેમિ ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ સદી ફટકારી હતી.

તમને જણાવી દઈએ કે એલિસા હીલી વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનારી પ્રથમ વિકેટકીપર અને બીજી ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયાના કિરન રોલ્ટને પણ ફાઇનલમાં સદી ફટકારી હતી. હવે એલિસા હીલીએ 17 વર્ષ બાદ આ કારનામું કર્યું છે.

એલિસા હીલીએ રચ્યો ઇતિહાસ

એલિસા હીલી ક્રિકેટ ઈતિહાસની પહેલી એવી ખેલાડી બની છે જેણે વર્લ્ડ કપની સેમિ ફાઈનલ અને ફાઈનલમાં સદી ફટકારી હોય. કોઈ પુરૂષ ક્રિકેટર પણ આ સિદ્ધી મેળવી ચુક્યો નથી. આટલું જ નહીં, એલિસા હીલી મહિલા ક્રિકેટ ઈતિહાસની પ્રથમ એવી વિકેટકીપર છે જેણે વર્લ્ડ કપની એક જ સિઝનમાં 400થી વધુ રન બનાવ્યા હોય. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડની સારાહ ટેલરના નામે હતો જેણે 396 રન બનાવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એલિસા હીલીની શાનદાર બેટિંગ

ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી આક્રમક ક્રિકેટ રમવા માટે જાણીતી છે. પરંતુ આ બેટ્સમેને ફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી. હીલી અને હેન્સે પ્રથમ 10 ઓવરમાં માત્ર 37 રન ઉમેર્યા હતા. પરંતુ ત્યાર બાદ 13 ઓવરમાં આ બંને બેટ્સમેનોએ 78 રન ઉમેર્યા હતા. 43 રનના અંગત સ્કોર પર હીલીને જીવનદાન મળ્યું. નતાલી શિવરે તેનો આસાન કેચ છોડ્યો અને એલિસા હીલીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો. હીલીએ 62 બોલમાં 6 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ આ ખેલાડીએ અડધી સદી બાદ પોતે એક્શનમાં આવી અને રનની ગતી વધારી દીધી.

હીલીએ આગામી 32 બોલમાં 13 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે હીલીએ રશેલ હેન્સ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 175 બોલમાં 160 રનની ભાગીદારી નોંધાવી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રથમ વખત કોઇ વિકેટ માટે 150 રનથી વધુની ભાગીદારી નોંધાઇ છે. હીલી સિવાય રશેલ હેન્સે પણ 68 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો : Women’s World Cup 2022, Final: ઓસ્ટ્રેલિયાની રશેલ હેન્સે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપની રન મશીન બની, તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ

આ પણ વાંચો : Women’s World Cup 2022, Final: ઈંગ્લેન્ડે 4 બોલમાં એલિસા અને રશેલના કેચ છોડી દીધા, ફાઈનલમાં જ કરી દીધી મોટી ભૂલ Video

Next Article