Women’s World Cup 2022: ટીમ ઇન્ડિયા પ્રથમ વાર બની શકે છે વિશ્વ વિજેતા, જાણો 3 મોટા કારણો

|

Mar 06, 2022 | 6:54 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) 6 માર્ચે પાકિસ્તાન સામે વર્લ્ડ કપ (Women’s World Cup 2022) માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે.

Women’s World Cup 2022: ટીમ ઇન્ડિયા પ્રથમ વાર બની શકે છે વિશ્વ વિજેતા, જાણો 3 મોટા કારણો
Women’s World Cup 2022 માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઇ રહી છે

Follow us on

બે વખત વર્લ્ડ કપ જીતવાની તક મળી પરંતુ સફળતા મળી નહીં. શું આ વખતે ટીમ ઈન્ડિયા (India Women Cricket Team) પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ચાવી છે? આ સવાલ ભારતીય મહિલા ક્રિકેટ ફેન્સના મનમાં હશે. દરેક ભારતીય ચાહક ઈચ્છશે કે જે ટાઈટલ વર્ષ 2017માં જીતી શક્યું ન હતું તે 2022 (Women’s World Cup 2022) માં ટીમ ઈન્ડિયા જીતે. મહિલા વર્લ્ડ કપ 4 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ હતી અને ભારતીય ટીમ 6 માર્ચે રવિવારથી પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (Team India) માં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ યુવા ઉત્સાહ અને અનુભવ બંનેનું સંયોજન છે.

મિતાલી રાજ, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌરનો અનુભવ આ ટીમની તાકાત વધારી રહ્યા છે. ઝુલન ગોસ્વામી, દીપ્તિ શર્મા પણ આ ટીમનો દમ વધારે છે. વિકેટકીપર રિચા ઘોષ અને શેફાલી વર્મા જેવા ખેલાડીઓ પણ આ ટીમને ખૂબ જ ખતરનાક બનાવે છે. ચાલો અમે તમને મિતાલી રાજની 3 મહાન શક્તિઓ જણાવીએ જે તેને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે છે.

ટીમ ઈન્ડિયાને પરિસ્થિતિનો છે ખ્યાલ

ભારતીય ટીમ માટે સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે તેના તમામ ખેલાડીઓએ વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની પરિસ્થિતિને અનુરૂપ બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે અને એક ટી-20 મેચ રમી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ કીવીની ધરતી પર પગ મૂક્યો હતો. ભલે ટીમને વનડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના ખેલાડીઓ ન્યુઝીલેન્ડની પીચ અને હવામાનની પ્રકૃતિને સારી રીતે જાણે છે. તેનો ફાયદો વોર્મ-અપ મેચોમાં પણ જોવા મળ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારતે યોગ્ય સમયે સારું ફોર્મ મેળવ્યુ

કોઈપણ રમતમાં ફોર્મ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ લયમાં દેખાવાનું શરૂ કરી દીધું છે. ભલે ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝમાં પરાજય થયો હોય પરંતુ વોર્મ-અપ મેચોમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી હતી. પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને પછી વેસ્ટ ઈન્ડિઝને એકતરફી રીતે હરાવ્યું. વર્લ્ડ કપ પહેલા જીતવાની ટેવ પાડવી એ ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે.

ટોપ ઓર્ડર રંગમાં

ભારતનો ટોપ ઓર્ડર ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મિતાલી રાજ એવરગ્રીન છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં પણ શાનદાર બેટિંગ કરી હતી અને હવે તેને સપોર્ટ કરવા માટે સ્મૃતિ મંધાના આવી છે. મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડેમાં અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વોર્મ-અપ મેચમાં મંધાનાએ બીજી અડધી સદી ફટકારી હતી.

હરમનપ્રીત કૌર પણ લયમાં આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીની છેલ્લી મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી અને દક્ષિણ આફ્રિકા સામે મંધાનાએ સદી ફટકારી હતી. આ સિવાય રિચા ઘોષની બેટિંગે પણ ટીમ ઈન્ડિયાની બેટિંગને મજબૂતી આપી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની મજબૂત બાજુઓ સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરશે.

 

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાને કેમ ના મળ્યો બેવડી સદી ફટકારવાનો મોકો? જાતે જ કર્યો ખુલાસો

આ પણ વાંચોઃ Sabarkantha: 1.40 કરોડની ચોરી કરનાર 5 આરોપી ઝડપાઇ ગયા હવે ફરીયાદી નથી મળતો! સંબધ બાંધી યુવકે રુપિયાનો પોટલુ સેરવ્યુ

Published On - 6:36 am, Sun, 6 March 22

Next Article