એશિયા કપ 2024 જીતવા પર ટીમ ઈન્ડિયાને કેટલી રકમનું મળશે ઈનામ? જાણીને થશે આશ્ચર્ય

|

Jul 24, 2024 | 5:05 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય મહિલા ટીમને લઈ ક્રિકેટ ચાહકોને ખૂબ આશાઓ છે કે, ફાઇનલમાં પહોંચીને ટુર્નામેન્ટ જીતશે. પરંતુ આ પહેલા એક આશ્ચર્યજનક સત્ય જાણવું જરૂરી છે. મહિલા એશિયા કપની ઈનામી રકમ ખરેખર ચોંકાવનારી છે.

એશિયા કપ 2024 જીતવા પર ટીમ ઈન્ડિયાને કેટલી રકમનું મળશે ઈનામ? જાણીને થશે આશ્ચર્ય
ચેમ્પિયનને કેટલું મળે છે ઈનામ, જાણો

Follow us on

ક્રિકેટની દુનિયા ખૂબ જ ચમક દમક ધરાવે છે. અહીં પૈસાનો વરસાદ થતો હોય છે. ક્રિકેટરો લાખ્ખો નહીં કરોડો અબજોમાં આળોટતા હોય છે. ક્રિકેટ બોર્ડ પણ ખૂબ જ ધનાઢ્ય હોય છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ કે આઈસીસી પાસે પણ ખૂબ જ પૈસા છે. પરંતુ ક્રિકેટમાં આ બધુ મોટે ભાગે પુરુષ ખેલાડીઓને લક્ષ્યમાં રાખીને જ થતું હોય એવી સ્થિતિ છે. આશ્ચર્ય થશે પરંતુ આ વાત સમાનતાઓ વચ્ચે જરુરથી ચોંકાવનારી છે.

એક તરફ પુરૂષ ક્રિકેટમાં ટૂર્નામેન્ટ જીતવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી તરફ મહિલા ક્રિકેટમાં ટૂર્નામેન્ટ જીતનાર ટીમને ખૂબ જ ઓછા પૈસા ઈનામના રુપમાં મળે છે. ટીમ ઈન્ડિયા મહિલા એશિયા કપ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રિકેટ ચાહકોની આશાઓ મુજબ જ શક્ય છે કે, ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચશે અને એશિયા ચેમ્પિયન ટીમ થશે. પરંતુ તમને એ ખ્યાલ છે કે જો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ જીતશે તો તેને કેટલા પૈસા મળશે? મહિલા એશિયા કપ ચેમ્પિયન માટે ઈનામી રકમ કેટલી છે? આ સવાલના જવાબ જાણીને તમને જાણીને નવાઈ લાગશે.

એશિયા કપ જીતશે શું મળશે? જાણો

મહિલા એશિયા કપની ઈનામી રકમ ખૂબ જ ઓછી છે. જો ટીમ ઈન્ડિયા એશિયા કપ 2024 ચેમ્પિયન બને છે તો માત્ર 20 હજાર ડોલરની રકમ ઈનામના રુપમાં મળશે. આટલા દિવસની જૂસ્સાભેર રમત બાદ ટીમ ઈન્ડિયાને ભારતીય ચલણ મુજબ 16 લાખ 48 હજાર રૂપિયાની રકમ ઈનામ રુપે મળશે. એશિયાકપ ફાઇનલમાં હારનારી ટીમને 12,500 ડોલર રકમ મળશે. ભારતીય ચલણ મુજબ આ રકમ 10 લાખ 30 હજાર રૂપિયા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પુરુષ એશિયા કપમાં કેટલી ઈનામી રકમ આપવામાં આવે છે?

મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપ ચેમ્પિયન થવા પર કે ફાઈનલ સુધીની સફર કરવા પર કેટલી રકમ મળે છે, એ તો તમે જાણી લીધું. પરંતુ હવે તમે એ પણ જાણી લ્યો કે પુરુષ ક્રિકેટ ટીમને કેટલીી રકમ એશિયા કપ જીતવા પર ઈનામ રુપે મળે છે. પુરુષો માટે રમાયેલ ગત એશિયા કપ 2023માં કેટલી રકમ ઈનામમાં અપાઈ હતી. એ સવાલનો જવાબ અહીં મોજૂદ છે. ગત એશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાયો હતો. ભારતીય ટીમને એશિયા કપમાં ચેમ્પિયન બનવા માટે 1 કરોડ 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. જ્યારે ફાઈનલમાં ભારત સામે હારનારી ટીમ શ્રીલંકાને 62 લાખ 35 હજાર રૂપિયાની ઈનામી રકમ મળી હતી.

પુરુષ ટીમને અપાયેલ ઈનામની આ રકમ મહિલા એશિયા કપની ઈનામી રકમ કરતા 7 ગણી વધારે છે. જોકે હવે આ અંતર ઘટાડવા માટે BCCIએ જ આગળ આવવું પડશે. બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરોની મેચ ફી પુરૂષોને સમાન કરી પહેલ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ હવે ટૂર્નામેન્ટ અને શ્રેણી જીતવા માટેની ઈનામી રકમ સમાન કરવી ખૂબ જ જરૂરી લાગે છે. જો ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તે દિવસ દૂર નથી, જ્યારે તેમને મહિલા ક્રિકેટમાં પણ ટૂર્નામેન્ટ જીતવા માટે સારી એવી રકમ મળશે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

Published On - 5:05 pm, Wed, 24 July 24

Next Article