Women’s Asia Cup 2022 મહિલા એશિયા કપ 2022ની સેમિફાઇનલનું શેડ્યૂલ , જુઓ કોની સાથે થશે ભારતની ટક્કર

|

Oct 12, 2022 | 12:55 PM

મહિલા એશિયા કપની ટોચની 4 ટીમો એશિયા કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડનો મુકાબલો થશે.

Womens Asia Cup 2022  મહિલા એશિયા કપ 2022ની સેમિફાઇનલનું શેડ્યૂલ , જુઓ કોની સાથે થશે ભારતની ટક્કર
Women Asia Cup 2022 મહિલા એશિયા કપ 2022ની સેમિફાઇનલ લાઇન અપ નક્કી
Image Credit source: Twitter

Follow us on

Women’s Asia Cup 2022 : બાંગ્લાદેશમાં રમાઈ રહેલી મહિલા એશિયા કપ (Asia Cup 2022)ની ગ્રુપ રાઉન્ડ મેચ પુરી થઈ ચૂકી છે. ગુરુવારથી ટૂર્નામેન્ટની નોકઆઉટ તબક્કો શરુ થશે. આ વખતે 7 ટીમોએ એશિયા કપમાં ભાગ લીધો હતો. જેમાંથી ટોપ 4 ટીમ સેમિફાઈનલમાં જગ્યા બનાવવા સફળ રહી છે. ભારત,પાકિસ્તાન ( Pakistan)અને શ્રીલંકા સિવાય સૌને ટક્કર આપી થાઈલેન્ડની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે. આ પ્રથમ તક છે જ્યારે થાઈલેન્ડ આ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલમાં પહોંચી છે.

પોઈન્ટ ટેબલમાં ભારત ટૉપ પર રહ્યો

પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ભારત 6 મેચમાંથી 5 જીત સાથે 10 અંક સાથે ટોપ પર છે આ જ ગ્રુપની એકમાત્ર પાકિસ્તાનની ટીમ સાથે હાર મળી છે, આટલા જ અંક સાથે પરંતુ ઓછી રનરેટના કારણે પાકિસ્તાનની ટીમ બીજા સ્થાન પર છે. તેમજ 6 મેચમાંથી 4 જીત સાથે શ્રીલંકા ત્રીજા સ્થાન અને 6 અંક સાથે થાઈલેન્ડ ચોથા સ્થાન પર છે. બાંગ્લાદેશ,યુએઈ અને મલેશિયાની ટીમ ગ્રુપ રાઉન્ડ બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બાંગ્લાદેશની ટીમ સેમિફા3ઈનલમાં પહોંચવું આસાન હતુ પરંતુ નસીબે થાઈલેન્ડને સાથ આપ્યો. બાંગ્લાદેશ અને યુએઈની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. મેચનો એક પણ બોલ ફેકવામાં આવ્યો નહિ એવામાં બંન્ને ટીમોને 1-1 અંક આપવામાં આવ્યો હતો બસ આજ ઘટનાએ સમગ્ર રમત બગાડી નાંખી. બાંગ્લાદેશ થાઈલેન્ડથી 2 અંક પાછળ હતુ પરંતુ નેટ રન રેટ ખુબ સારો હતો. યુએઈને હરાવી તે સરળતાથી સેમીફાઈનલમાં પહોચી શકતુ હતુ પરંતુ આવું થઈ શક્યું નહિ. થાઈલેન્ડને પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીતનો સારો ફાયદો મળ્યો હતો.

સેમિફાઇનલ લાઇનઅપ

નિયમો અનુસાર, સેમિફાઇનલમાં, પ્રથમ સ્થાને રહેલી ટીમનો સામનો ચોથા સ્થાનની ટીમ સાથે થશે, જ્યારે બીજા સ્થાને રહેલી ટીમનો સામનો ત્રીજા સ્થાનની ટીમ સાથે થશે. પોઈન્ટ ટેબલ મુજબ ભારતનો મુકાબલો થાઈલેન્ડ અને પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. સિલ્હટના મેદાન પર એક પછી એક બંને સેમિફાઇનલ રમાશે. આ પછી શુક્રવારે સિલ્હટમાં જ ફાઇનલ મેચ રમાશે.

સેમી-ફાઇનલ શેડ્યૂલ

13 ઓક્ટોબર – ભારત v/s થાઈલેન્ડ પ્રથમ સેમિફાઇનલ – સિલ્હેટ – સવારે 8:30

13 ઓક્ટોબર – પાકિસ્તાન v/s શ્રીલંકા – બીજી સેમિફાઇનલ – સિલ્હટ – બપોરે 1 વાગ્યે

Next Article