ટીમ ઈન્ડિયા લાંબા વિરામ બાદ મેદાનમાં વાપસી કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 19 સપ્ટેમ્બરથી ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. ભારતીય ટીમ અગાઉની બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, જોકે બંને વખત ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ICC એ અપડેટ આપ્યું છે કે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવાની કેટલી તક છે.
ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં આગળ છે. ભારતે 9માંથી 6 મેચ જીતી છે અને માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ એક મેચ ડ્રો રહી છે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા 68.52 ટકા માર્ક્સ સાથે ટોપ પર છે. હવે ટીમ ઈન્ડિયા પાસે 10 ટેસ્ટ મેચ બાકી છે. જેમાંથી 5 ટેસ્ટ ભારતમાં અને 5 મેચ ઓસ્ટ્રેલિયામાં થશે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચો જીતે છે તો તે મહત્તમ 85.09 ટકાના આંકડા સુધી પહોંચી શકે છે. જોકે આ મુશ્કેલ છે.
આ 10 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ ઘરઆંગણે રમવાની છે. આ પછી તે 5 ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જશે. જો ટીમ ઈન્ડિયા ભારતમાં રમાનાર પાંચેય ટેસ્ટ મેચો જીતી લે છે, તો તે 79.76 ટકા અંક સુધી પહોંચી શકે છે, જે ફાઈનલમાં પહોંચવા માટે પૂરતું હશે. આવી સ્થિતિમાં આ સમયે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર છે.
So much to play for in this World Test Championship cycle ahead of New Zealand’s series in Sri Lanka and Bangladesh’s series with India #WTC25 | #SLvNZ | #INDvBANhttps://t.co/8OasUSoJET
— ICC (@ICC) September 12, 2024
છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ આ વખતે તેમણે ફાઈનલમાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. ઓસ્ટ્રેલિયાની 7 મેચ બાકી છે. જેમાંથી તે ભારત સામે 5 ટેસ્ટ અને શ્રીલંકામાં 2 ટેસ્ટ તેમના ઘરે રમશે. જો ઓસ્ટ્રેલિયા આ તમામ મેચો જીતી જાય તો પણ તે ઓછામાં ઓછા 76.32 ટકા માર્કસ સુધી પહોંચી શકશે. બીજી તરફ ન્યુઝીલેન્ડને 8 ટેસ્ટ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, તેમની પાસે હજુ પણ 78.57 ટકા માર્કસ સુધી પહોંચવાની તક છે, જે તેમને ઓસ્ટ્રેલિયાથી આગળ લઈ જઈ શકે છે.
બાંગ્લાદેશની ટીમ આ વખતે મહત્તમ 72.92 ટકા અંક સુધી પહોંચી શકે છે. જ્યારે શ્રીલંકા 69.23 ટકા, ઈંગ્લેન્ડ 57.95, દક્ષિણ આફ્રિકા 69.44, પાકિસ્તાન 59.52 અને વેસ્ટ ઈન્ડિઝ 43.59 ટકા માર્ક્સ સુધી પહોંચી શકશે. આવી સ્થિતિમાં, હવે આ ટીમો માટે ફાઈનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ લાગે છે.
આ પણ વાંચો: AFG vs NZ: અફઘાનિસ્તાન-ન્યુઝીલેન્ડ ટેસ્ટનો ચોથો દિવસ પણ રદ્દ, 134 વર્ષમાં આઠમી વખત આવું થશે!
Published On - 7:20 pm, Thu, 12 September 24