MS Dhoni: ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના CEOને જણાવ્યો પ્લાન, જાણો શું કહ્યું

|

Jun 21, 2023 | 7:38 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે MS ધોનીની કપ્તાનીમાં IPL 2023નો ખિતાબ જીત્યો હતો. આ IPLમાં ધોની ઘૂંટણની ઈજાને કારણે પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી પણ થઈ હતી. હવે તેના આગામી સિઝનમાં રમવા અંગે ખુલાસો થયો છે.

MS Dhoni: ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના CEOને જણાવ્યો પ્લાન, જાણો શું કહ્યું
MS Dhoni

Follow us on

ધોનીએ IPL 2023 પૂર્ણ થયા બાદ ઘૂંટણની સર્જરી કરાવી હતી. જે બાદ ફેન્સના મનમાં એ સવાલ વારંવાર થઈ રહ્યો હતો કે શું ધોની આગામી IPL સિઝનમાં રમશે કે નહીં? આ અંગે ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને મોટો ખુલાસો કર્યો છે. વિશ્વનાથને જણાવ્યું છે કે IPL દરમિયાન તેણે ક્યારેય ધોનીને મેચ રમવા માટે કહ્યું ન હતું. આ સિવાય વિશ્વનાથને આગામી સિઝનમાં ધોનીના રમવા અંગે એક મોટું અપડેટ આપ્યું છે.

MS ધોની ઘૂંટણની ઈજાથી પરેશાન હતો

વિશ્વનાથને કહ્યું કે તે જાણતો હતો કે જો ધોની ફિટ ન હોત તો તેણે ટીમને પહેલા જ કહ્યું હોત. ધોનીએ IPL બાદ તરત જ તેના ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈએ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું હતું.

CEO Kasi Viswanathan

અમે ક્યારેય ધોનીને પૂછ્યું નથી

ESPNcricinfo સાથે વાત કરતાં વિશ્વનાથને કહ્યું કે તેણે ક્યારેય ધોનીને પૂછ્યું નથી કે તે રમવા માંગે છે કે નહીં. જો ધોની ન રમી શકતો હોત તો તેણે સીધા જ આવીને કહ્યું હોત કે તે રમવા નથી માંગતો. અમે જાણતા હતા કે તે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ ટીમ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા, તેનો જુસ્સો અને ટીમ પ્રત્યેના વલણ માટે તેનું હમેશા સન્માન કરવામાં આવે છે. ધોનીએ ફાઈનલ સુધી કોઈ ફરિયાદ કરી નથી. ફાઈનલ બાદ ધોનીએ કહ્યું હતું કે તે હવે સર્જરી કરાવશે અને સર્જરી કરાવ્યા બાદ તે ખૂબ જ ખુશ હતો.

આ પણ વાંચોઃ ICC Test Rankings : માર્નસ લાબુશેનને પછાડી જો રૂટ બન્યો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

શું ધોની આગામી IPL રમશે?

વિશ્વનાથને કહ્યું કે ધોનીએ તેની સાથે આગળ રમવાની વાત કરી હતી. વિશ્વનાથને કહ્યું કે તે મુંબઈમાં ઋતુરાજ ગાયકવાડના લગ્ન પછી ધોનીને મળ્યો હતો અને પછી ધોનીએ કહ્યું કે તે ત્રણ અઠવાડિયા આરામ કરશે અને પછી રિહેબ શરૂ કરશે. આ દરમિયાન ધોનીએ કહ્યું કે તે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી નહીં રમે. વિશ્વનાથને કહ્યું કે ધોની જાણે છે કે તેણે શું કરવાનું છે અને તે તેને પૂછશે નહીં કે તે શું કરવા માંગે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article