જોસ બટલર ઈંગ્લેન્ડને આંચકો આપશે? રાજસ્થાન રોયલ્સ કરોડોની ડીલની તૈયારીમાં

ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બાદ હવે જોસ બટલરને T20 ફ્રેન્ચાઇઝી તરફથી રમવા માટે કરોડોની ઓફર કરવામાં આવશે એવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

જોસ બટલર ઈંગ્લેન્ડને આંચકો આપશે? રાજસ્થાન રોયલ્સ કરોડોની ડીલની તૈયારીમાં
Jos Buttler
| Edited By: | Updated on: Jun 30, 2023 | 12:11 AM

એક તરફ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની નવી સ્ટાઈલથી તેને ફરીથી રોમાંચક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ  T20 ફ્રેન્ચાઇઝીઓ તેના ODI અને T20 ફોર્મેટના અનુભવી ખેલાડીઓ પર નજર રાખીને બેઠી છે અને તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર કરવાની તૈયારી કરી રહી છે. જેસન રોય અને જોફ્રા આર્ચર જેવા સ્ટાર ખેલાડીઓ બાદ હવે ઇંગ્લેન્ડના મર્યાદિત ઓવરોના કેપ્ટન જોસ બટલર વિશે પણ આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સ મોટી ઓફર કરવાની તૈયારીમાં

બ્રિટનના અખબાર ધ ટેલિગ્રાફે એક અહેવાલમાં ખુલાસો કર્યો છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી જોસ બટલરને અલગ-અલગ T20 લીગમાં રમાડવા માટે મોટી ઓફર કરવાની તૈયારી કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ IPLમાં ઉપરાંત કેરેબિયન પ્રીમિયર લીગ અને દક્ષિણ આફ્રિકન લીગ SA20માં પણ ભાગ લે છે. એવામાં બીજી લીગમાં રમવા માટે રાજસ્થાન રોયલ્સ જોસ બટલરને કરોડોની ઓફર કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ટેસ્ટ ક્રિકેટના ટોપ 10 બેટ્સમેનોમાં સામેલ થયો જો રૂટ, એલન બોર્ડરને પાછળ છોડ્યા

બટલર T20 લીગ માટે ઇંગ્લેન્ડને છોડશે?

જોસ બટલર છેલ્લા સતત ચાર વર્ષથી IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ છે અને રાજસ્થાન ટીમનો સ્ટાર બેટ્સમેન છે. ઈંગ્લેન્ડને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન બટલર SA20માં રોયલ્સની ટીમ પાર્લ રોયલ્સ તરફથી પણ રમે છે. આગામી ઘણા વર્ષો સુધી આ શ્રેણીમાં ભાગ લેવાની આશા સાથે રાજસ્થાન રોયલ્સ કરોડોના ખર્ચે સ્ટાર ઈંગ્લિશ બેટ્સમેનને સાઈન કરવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ટીમને મોટું નુકસાન થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Thu, 29 June 23