WI vs SA: વેસ્ટઇન્ડીઝના બેટ્સમેનોએ T20 રમતનો કેરેબિયન અંદાજ બતાવ્યો, છગ્ગાઓની વણજારે આફ્રિકાને કચડ્યુ

|

Jun 27, 2021 | 3:53 PM

વેસ્ટઇન્ડીઝના બેટ્સમેનોની નાના ફોર્મેટની રમતમાં બોલબાલા રહી છે. દુનિયાભરની લીગમાં કેરેબિયન બેટસમેનોની બોલબાલા રહી છે. જેનો અનુભવ સાઉથ આફ્રિકાને પ્રથ T20 માં થઇ ચુક્યો.

WI vs SA: વેસ્ટઇન્ડીઝના બેટ્સમેનોએ T20 રમતનો કેરેબિયન અંદાજ બતાવ્યો, છગ્ગાઓની વણજારે આફ્રિકાને કચડ્યુ
West Indies vs South Africa

Follow us on

વેસ્ટ ઇન્ડીઝ (West Indies) ની ટીમે તેના અંદાજ મુજબ જ T20 આંતરરરાષ્ટ્રીય મેચમાં ધમાચકડી મચાવી દીધી છે. વેસ્ટઇન્ડીઝની ટીમ નો T20 રમતમાં ફોર્મેટ મુજબ જ જબરદસ્ત તોફાની અંદાજ છે. જેને લઇને જ તે બે વાર T20 વિશ્વ વિજેતા બની શક્યુ છે. સાઉથ આફ્રિકા (South Africa) ને સિરીઝની પ્રથમ મેચમાં જ તેનો સાક્ષાત્કાર થઇ ચુક્યો છે. વેસ્ટઇન્ડીઝના ખેલાડીઓએ સ્ફોટક રમત રમી હતી, જેની સામે આફ્રિકી બોલરો લાચાર બની ગયા હતા. આ સાથે જ કેરેબીયન ટીમે સિરીઝની પ્રથમ મેચ જીતી લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ 5 T20 મેચોની શ્રેણીમાં પ્રથમ મેચ જીતીને દક્ષિણ આફ્રિકા કરતા આગળ થઇ ચુક્યુ છે. આમ શ્રેણીમાં 1-0 થી વેસ્ટઇન્ડીઝ આગળ છે. મેચની વાત કરવામાં આવે તો મહેમાન ટીમ સાઉથ આફ્રિકાએ ટોસ હારીને પહેલા મેદાનમાં ઉતરી હતી. 20 ઓવરના અંતે 6 વિકેટે દક્ષિણ આફ્રિકાએ 160 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફ થી વાન દેર દસ્સન (Van Der Dussen) એ સૌથી વધારે અણનમ 56 રન બનાવ્યા હતા. તેણે 38 બોલમાં જ ઝડપ થી 56 રન બનાવ્યા હતા. જ્યારે ડિકોક એ 37 રન બનાવ્યા હતા.

વેસ્ટઇન્ડીઝ સામે દક્ષિણ આફ્રિકાએ 161 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જે લક્ષ્ય વેસ્ટઇન્ડીઝે ખૂબ જ આસાની થી પાર કરી લીધુ હતુ. પરંતુ પડકારનો પીછો કરતી રમત ફેન્સને મજા પાડી દેતી રમત રમી હતી. છગ્ગાઓ ભરેલી રમત જોવાનો દર્શકોને પૂરો આનંદ કેરેબીયન ખેલાડીઓ આપ્યો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

ઓપનરની તોફાની ભાગીદારી

વેસ્ટ ઇન્ડીઝ ના માટે ઇનીંગની શરુઆત કરવા માટે એવિન લુઇસ (Evin Lewis) અને આંદ્રે ફ્લેચર (Andre Russell) મેદાને આવ્યા હતા. બંને ઓપનરોએ ધમાકેદાર ઇનીંગ રમી હતી. બંને ઓપનરોએ 85 રનની ભાગીદારી માત્ર 7 ઓવરમાં કરી હતી. આ જોડી ને આફ્રિકી બોલરો તોડી શક્યા નહી, પરંતુ રન આઉટ પર આ તોફાની રમત અટકી હતી. આફ્રિકી ટીમને આમ તો શરુઆતમાં રાહત મળી, પરંતુ તે રાહત બહુ વાર ટકી નહોતી

એવિન લુઇસના 7 છગ્ગા

ઓપનર ફ્લેચર રન આઉટ થવા બાદ ક્રિસ ગેઇલ (Chris Gayle) આવ્યા હતા. રમત હવે વધારે વિસ્ફોટક બની ગઇ હતી. એવિન લુઇસ નો હુમલો વધારે ઘાતક બની ચુક્યો હતો. બીજા છેડે થી ગેઇલ પણ રન વરસાવવા લાગ્યો હતો. એવિન લુઇસ એ 35 બોલમાં 71 રન ફટકાર્યા હતા. તેની ઇનીંગનો સ્ટ્રાઇક રેટ 202.85 રહ્યો હતો. જેમાં તેણે 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તે કેચ આઉટ થયો હતો.

બંને ઓપનરોએ જીતનો પાયો નાંખી દીધો હતો. બસ હવે જીતની જ તૈયારીઓ હતી, જે કામ ક્રિસ ગેઇલ અને આંદ્રે રસેલ એ પુરુ કરી દીધુ હતુ. ગેઇલ એ 24 બોલમાં અણનમ 32 રન ફટકાર્યા હતા. જ્યારે રસેલ એ 12 બોલમાં અણનમ 23 રન ફટકાર્યા હતા. બંને અણનમ મેદાન થી પરત ફર્યા હતા. સિરીઝની પ્રથમ T20 માં વેસ્ટઇન્ડીઝની ટીમ સામે આફ્રિકી ટીમ એ હાર સહવી પડી હતી.

પાંચ ઓવર બાકી રહીને 161 નો પડકાર પાર કરી લીધો

20 ઓવરનુ ટાર્ગેટ વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 15 ઓવરમાં જ ચેઝ કરી દીધુ હતુ. વેસ્ટઇન્ડીઝની ટીમના બેટ્સમેનોએ 15 છગ્ગા લગાવ્યા હતા. જેમાં 7 છગ્ગા એકલા લુઇસના હતા. જ્યારે ગેઇલ અને રસેલ એ 3-3 છગ્ગા લગાવ્યા હતા. ફ્લેચરે 2 છગ્ગા ફટકાર્યા હતા. આમ છગ્ગા ભરી રમતે 161 નુ લક્ષ્યાંક સરળતાથી પાર પાડી લીધુ હતુ.

Next Article