ભારતીય ક્રિકેટ ટીમ (Team India) એ વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરઆંગણે વનડે બાદ T20 શ્રેણીમાં પણ હરાવ્યું છે. સિરીઝની પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 88 રનના માર્જિનથી હરાવ્યું હતું. આ રીતે ભારતે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટીમની કમાન સંભાળી હતી. સુકાની તરીકે જીત્યા બાદ જ્યારે હાર્દિક પંડ્યાએ ટ્રોફી લેવા આવ્યો ત્યારે તેણે પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નો અનોખો રેકોર્ડ તોડ્યો.
ખરેખર હાર્દિક પંડ્યા ટ્રોફી લીધા બાદ ફોટો સેશન માટે આવી રહ્યો હતો. ટીમ તેની રાહ જોઈ રહી હતી. જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ સ્ટાફમાંથી એકને બોલાવ્યો અને તેને ટ્રોફી આપી અને તેને ટીમની વચ્ચે ઉભા રહીને ફોટોગ્રાફ માટે પોઝ આપવા કહ્યું. આ રીતે હાર્દિકે રેકોર્ડ કહો કે પ્રેક્ટિસ કહો તે પ્રથા તોડી દીધી હતી જે ધોનીએ શરૂ કરી હતી.
Team India lift the trophy after their dominating win against West Indies! 🏆
Watch all the highlights from India tour of West Indies, only on #FanCode 👉 https://t.co/ntUHMGG8f4@BCCI @windiescricket#WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/YQuMp9oBWf
— FanCode (@FanCode) August 7, 2022
ભારતના પુર્વ દિગ્ગજ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) જીત બાદ યુવા કે નવોદિત ખેલાડીને ટ્રોફી આપતો હતો. આ પ્રેક્ટિસને વિરાટ કોહલી (Virat Kohli) થી લઈને રોહિત શર્મા (Rohit Sharma) સુધી બધાએ આગળ ધપાવી હતી. પરંતુ આ વખતે હાર્દિક પંડ્યાએ કંઈક અલગ કરીને આ પ્રથા તોડી નાખી. જો કે હાર્દિક પંડ્યા દ્વારા આ ટ્રોફી કોને સોંપવામાં આવી હતી તે સ્ટાફ મેમ્બરનું નામ જાહેર કરી શકાયું નથી.
Sharma, DK & Ashwin arrive to the medal presentation in style. Congratulations to @BCCI on the series win. #WIvIND pic.twitter.com/HDwGkImaiT
— Windies Cricket (@windiescricket) August 7, 2022
આ સિવાય ભારતીય ખેલાડીઓ મેચની સાથે શ્રેણી જીતવાની ખુશીમાં અલગ જ રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravi Ashwin), વિકેટકીપર દિનેશ કાર્તિક (Dinesh Kartik) અને રોહિત શર્મા (Rohit Sharma) મેદાનમાં દોડતી બગીમાં બેસીને મેદાનની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. આ બગી રોહિત શર્મા ચલાવતો હતો.