Virat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો

|

Aug 19, 2021 | 4:00 PM

સચિન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે. કોહલી (Virat Kohli) અને સચિનની રમતના આંકડાઓની તુલનાઓ થવા લાગી છે. તો સચિનના શતકના રેકોર્ડને કોહલી તોડી શકશે કે કેમ તેવી ચર્ચા પણ આ કારણે થવા લાગી છે.

Virat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો
Sachin Tendulkar-Virat Kohli

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) લોર્ડઝ ટેસ્ટ જીતવા બાદ ટેસ્ટ સિરીઝને કબ્જે કરવા માટે પુરા આત્મવિશ્વાસમાં હશે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વર્ષ પુરા કર્યા છે. તેની આ સફરના આંકડાઓ પણ તેની આ ઉપલબ્ધી દરમ્યાન ખૂબ ચર્ચામાં રહ્યા છે. આ આંકડાઓ તેના આત્મવિશ્વાસને વધુ મજબૂત કરી શકે એમ છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને ક્રિકેટનો ભગવાન તરીકે માનવામાં આવે છે. વિરાટ કોહલીના 13 વર્ષ ની સફરને તેંડુલકરની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય સફર સાથે પણ સરખાવવામાં આવી રહી છે.

વિરાટ કોહલીએ 13 વર્ષ પહેલા શ્રીલંકા સામે દામ્બુલામાં પોતાની પ્રથમ વન ડે મેચ રમીને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતચુ. આ પહેલા તે 2008માં અંડર 19 ક્રિકેટ વિશ્વકપને તેની કેપ્ટનશીપમાં ભારતને અપાવીને નજરમાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ હતુ. હવે તેની રમતની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં આવી રહી છે. સચિનના 100 શતકના રેકોર્ડને તોડવાને લઇને, ચર્ચા કરવામાં આવે તો પણ કોહલીની નામ લેવામાં આવે છે. બંને મહાન ક્રિકેટરોના 13 વર્ષના મુકામ સુધી કેવા રહ્યા હતા. રમતના આંકડા તેની પર નજર કરીએ.

સચિન તેંડુલકર તેની રમતના 13 વર્ષે પહોંચ્યો ત્યારે તે 291 વન ડે મેચ રમ્યો હતો. જેમાં તેણે 44.22 રનની સરેરાશ અને 86.55 ની સ્ટ્રાઇક રેટ થી 11,544 રન બનાવ્યા હતા. જેમાં સચિનના નામે 33 શતક અને 56 અર્ધશતક સામેલ હતા. જે દરમ્યાન સચિનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 186 રનનો રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલી એ 13 વર્ષની તેની સફરમાં 245 વન ડે મેચ રમી છે. જેમાં તેણે 59.07 ની સરેરાશ અને 93.17ની શાનદાર સ્ટ્રાઇક રેટ થી 12,169 રન કર્યા છે. જેમાં 43 શતક અને 62 ફીફટી સામેલ છે. વિરાટ નો આ દરમ્યાન સર્વશ્રેષ્ઠ સ્કોર 186 રનનો રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શતક ના મામલે કોહલી આટલો દૂર

શતકની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ તેની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 70 સદી નોંધાવી છે. સચિન તેંડુલકરના રેકોર્ડથી કોહલી માત્ર 30 શતક દુર છે. કોહલીની ઉંમર હાલમાં 33 વર્ષની આમ જોતા હજુ તે ઘણો સમય ક્રિકેટમાં વિતાવી શકશે. આ જોતા કોહલીએ પ્રતિ વર્ષ 5 શતક લગાવવામાં સફળ નિવડે તો તે, સચિનના શતકના રેકોર્ડને તોડી શકે છે. જોકે કોહલી છેલ્લા 2 વર્ષ થી એક પણ શતક લગાવી શક્યો નથી.

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીની ટીમનો આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાં પરત ફરવા તૈયાર, પ્રથમ તબક્કામાં હટી ગયો હતો

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝમાં હાર સહન નથી થતી ઇંગ્લીશ ખેલાડીઓને, વિરાટ કોહલી માટે ઝેર ઓક્યુ આ ખેલાડીએ

Next Article