IPL 2023 ની પ્લેઓફ રેસ જબરદસ્ત બની રહી છે. હવે રેસમાં ટકી રહેવા માટે મરણીયા બનવાનો ખેલ શરુ થયો છે. સોમવારે કોલકાતાએ જીત મેળવીને રેસમાં રોમાંચ વધાર્યો છે. તેણે મુંબઈ અને બેંગ્લોરને પણ પાછળ છોડી દીધા છે. હવે મંગળવારે વાનખેડેમાં મેચ જંગ બની રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થનારી છે. આ મેચમાં બંને ટીમો મરણીયા બનીને મેદાને ઉતરશે. બંનેને હાર મુશ્કેલીઓ સર્જી શકે છે.
અગાઉ 2 એપ્રિલે બંને ટીમો એક બીજા સામે બેંગ્લુરુમાં ટકરાઈ હતી. જ્યાં 171 રન 7 વિકેટ ગુમાવીને મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા નોંધાવ્યા હતા. તિલક વર્માએ મુંબઈ માટે 84 રન નોંધાવ્યા હતા. જવાબમાાં RCB એ મેચને એક તરફી બનાવીને જીતી લીધી. હતી. 16.2 ઓવરમાં જ લક્ષ્ય પાર કરીને 8 વિકેટે બેંગ્લોરે જીત મેળવી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે તોફાની અડધી સદી નોંધાવી હતી. જોકે તે લડાઈ અભિયાનની શરુઆતની હતી પરંતુ હવે પ્લેઓફ માટેની ટિકિટ મેળવવા માટેની છે. માટે જ બંને માટે આજે જીત જરુરી છે.
મંગળવારે મુંબઈ કે બેંગ્લોર જે ટીમ જીત મેળવશે એ સીધી જ ટોપ ફોરમાં પહોંચી જશે. એટલે કે પ્લેઓફની રેસમાં સ્થાન જમાવી રાખશે. જ્યારે હાર સીધા જ બહારના રસ્તે લઈ જઈ શકે છે. જીત મેળવનારી ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે સ્થાન મેળવશે. બંને ટીમો મંગળવારે સિઝનની 11-11મી મેચ રમી રહી છે. બંને પાસે અત્યાર સુધી 5 મેચની જીત સાથે 10-10 પોઈન્ટ્સ છે. બેંગ્લોર હાલમાં છઠ્ઠા નંબર પર છે, જ્યારે મુંબઈ 8માં ક્રમે છે. જીત મેળવતા જ ટીમ સીધી ત્રીજા ક્રમે પહોંચી જશે.
અત્યાર સુધીમાં મુંબઈ અને બેંગ્લોર વચ્ચે 31 મેચ રમાઈ ચુકી છે. બંને વચ્ચે ટૂર્નામેન્ટમાં 32મી વાર ટક્કર થઈ રહી છે. બંને વચ્ચેની અત્યાર સુધીની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 17 વાર જીત મેળવી છે. જ્યારે બેંગ્લોર 14 વાર જીત મેળવી ચુકી છે. જોકે બંને ટીમો વચ્ચે રમાયેલી અંતિમ 5 મેચ પર નજર કરવામાં આવે તો, પલડુ બેંગ્લોરનુ ભારે જોઈ શકાય છે. બંને વચ્ચે રમાયેલી અંતિમ 5માંથી માત્ર એક જ વાર મુંબઈની જીત થઈ છે. એટલે કે બેંગ્લોર 4 વાર જીત મેળવી ચુક્યુ છે.
બંને ટીમોના ખેલાડીઓ સિઝનમાં સારા ચાલી રહેલા જોવા મળી રહ્યા છે. મુંબઈને આજે માહોલ પોતાના હોમગ્રાઉન્ડ પર રમવાનો મળી રહ્યો છે. જોકે આ સિઝનમાં હોમગ્રાઉન્ડ પર રમનારી ટીમો મેચ ગુમાવતા નજર આવી રહ્યા છે. જોકે મુંબઈ ઘરેલુ મેદાનનો ફાયદો ઉઠાવવો જરુરી બની રહેશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:19 am, Tue, 9 May 23