MI vs RR IPL 2022 Match Prediction: મુંબઈ ઈન્ડિયન્સને સિઝનમાં જીતનુ ખાતુ ખોલાવવાનો ઈરાદો, રાજસ્થાન પણ આપશે ટક્કર

|

Apr 01, 2022 | 8:45 PM

Mumbai Indians vs Rajasthan Royals Preview: મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત વિજેતા છે પરંતુ હંમેશની જેમ આ સિઝનમાં પણ આ ટીમ જીત સાથે શરૂઆત કરી શકી નથી અને દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઈ છે.

MI vs RR IPL 2022 Match Prediction: મુંબઈ ઈન્ડિયન્સને સિઝનમાં જીતનુ ખાતુ ખોલાવવાનો ઈરાદો, રાજસ્થાન પણ આપશે ટક્કર
Rohit Sharma ટીમ ને લયામાં લાવવા પ્રયાસ કરશે

Follow us on

મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની વાપસી સાથે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં પુનરાગમન કરવાના નિર્ધાર સાથે શનિવારે મેદાને ઉતરશે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે રમાનારી મેચ માં જીતનો ઈરાદો દર્શાવશે. શનિવાર ટૂર્નામેન્ટમાં ડબલ હેડર દિવસ છે. મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ દિવસની બીજી મેચ રમાશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ, તેની અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 177 રન બનાવ્યા હોવા છતાં, ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.

IPL માં આ વખતે ટીમે ટાર્ગેટનો પીછો કરવાને પ્રાથમિકતા આપી છે. અત્યાર સુધી ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાની પ્રેક્ટિસ જોવા મળી રહી છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે. મુંબઈ પાસે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનના રૂપમાં બે શ્રેષ્ઠ ઓપનર છે. ઈશાને દિલ્હી સામે અણનમ 81 રન બનાવીને તેની ભારે કિંમતને યોગ્ય ઠેરવી હતી. આ બંને ફરી ટીમને મજબૂત શરૂઆત અપાવી શકે છે.

મિડલ ઓર્ડરને મજબૂતી મળશે

સૂર્યકુમાર ઈજામાંથી સાજા થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ટીમ સાથે જોડાયો હતો. તે કોઈપણ નંબર પર મેચ વિનિંગ ઈનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે અને મોટા ભાગે તે ત્રીજા નંબરે બેટિંગ કરવા જશે. મુંબઈનો મિડલ ઓર્ડર દિલ્હી સામે ખાસ ચાલી શક્યો નહોતો. આવી સ્થિતિમાં અનમોલપ્રીત સિંહ, તિલક વર્મા અને ટિમ ડેવિડમાંથી કોઈ એકને સૂર્યકુમાર માટે બહાર બેસવું પડશે. લાંબા સિક્સર મારવામાં માહેર અનુભવી ઓલરાઉન્ડર કિરન પોલાર્ડ પણ દિલ્હી સામે સસ્તામાં આઉટ થયો હતો. તે રોયલ્સ સામે તેની ભરપાઈ કરવા માંગશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બોલિંગમાં સુધારો કરવો પડશે

મુંબઈના બેટ્સમેન કરતાં વધુ, તેના બોલરોએ સારું પ્રદર્શન કરવાની જરૂર છે કારણ કે તેઓ છેલ્લી મેચમાં 177 રનનો બચાવ કરી શક્યા ન હતા. રોયલ્સની જોરદાર બેટિંગને જોતા તેણે યોગ્ય લેન્થ પર બોલિંગ કરવી પડશે. ટીમને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પર વિશ્વાસ હશે, પરંતુ તેમને બેસિલ થમ્પી અને ડેનિયલ સેમ્સ જેવા અન્ય બોલરોના સમર્થનની પણ જરૂર પડશે. સ્પિનર ​​મુરુગન અશ્વિનની ભૂમિકા પણ મહત્વની રહેશે.

રાજસ્થાનની ફિલ્ડિંગ સમસ્યા

રોયલ્સે બોલિંગ અને બેટિંગ બંનેમાં સનરાઈઝર્સ સામે સારો દેખાવ કર્યો હતો, પરંતુ ફિલ્ડિંગ તેમના માટે ચિંતાનું કારણ છે. તેણે પાછલી મેચની જેમ કેચ છોડવાનું ટાળવું પડશે. કેપ્ટન સંજુ સેમસન પર ફરીથી મોટી જવાબદારી આવશે.તેણે છેલ્લી મેચમાં 55 રનની જોરદાર ઇનિંગ રમી હતી. રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે સારી શરૂઆતને મોટા ટોટલમાં રૂપાંતરિત કરવી પડશે. દેવદત્ત પડિક્કલ અને શિમરોન હેટમાયર સહિતના અન્ય બેટ્સમેનોએ પણ સારી બેટિંગ કરી હતી અને તેઓ તેનું પુનરાવર્તન કરવા ઈચ્છશે.

પ્રસિદ્ધ કૃષ્ણાના નેતૃત્વમાં રોયલ્સના બોલરોએ છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની પાસે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં મજબૂત બોલિંગ આક્રમણ છે. ફાસ્ટ બોલર નાથન કુલ્ટર-નાઈલ ઈજાગ્રસ્ત છે અને નવદીપ સૈનીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે.

બંને ટીમોના આંકડા

જો બંને ટીમોના આંકડાઓ પર નજર કરીએ તો રાજસ્થાન સામે મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 212 રન અને મુંબઈ સામે રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 208 રન હતો. મુંબઈ તરફથી રોહિત શર્માએ રાજસ્થાન સામે સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિતે 393 રન બનાવ્યા છે. બીજી તરફ રાજસ્થાન તરફથી સંજુ સેમસને મુંબઈ સામે સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. સંજુના નામે 491 રન છે.

ટીમો નીચે મુજબ છે.

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, રાહુલ બુદ્ધી, રમણદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, અર્જુન તેંડુલકર, બેસિલ થમ્પી, હૃતિક શોકીન, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, જોફ્રા આર્ચર, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન , રિલે મેરેડિથ, ટાઇમલ મિલ્સ, અરશદ ખાન, ડેનિયલ સેમ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ફેબિયન એલન, કિરોન પોલાર્ડ, સંજય યાદવ, આર્યન જુયલ અને ઇશાન કિશન.

રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, શુભમ ગરવાલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, કુલદીપ સેન, તેજસ બરોકા, અનુનય સિંહ, કેસી કરિઅપ્પા, સંજુ સેમસન, જોસ બટલર, રાસી વાન ડર દુસૈન, નાથન કોલ્ટર- નાઇલ , જિમી નીશમ, ડેરીલ મિશેલ, કરુણ નાયર, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ.

 

આ પણ વાંચોઃ IPL 2022 GT vs DC Live Streaming : ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ લાઇવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

આ પણ વાંચોઃ અમેરિકામાં T20 સીરિઝની બે મેચ રમશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે

 

 

Published On - 8:45 pm, Fri, 1 April 22

Next Article