MI vs DC, IPL 2021 Match Prediction: આજે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડીયન્સને હારવાની મનાઇ છે, પહેલા થી જ દિલ્હી પ્લેઓફ

|

Oct 02, 2021 | 9:06 AM

Today Match Prediction of Mumbai Indians vs Delhi Capitals: મુંબઈ ચોક્કસ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે. પરંતુ આ ટીમ પાસે બાકીની તમામ મેચ જીત્યા બાદ પ્લેઓફમાં પહોંચવાની તક છે.

MI vs DC, IPL 2021 Match Prediction: આજે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડીયન્સને હારવાની મનાઇ છે, પહેલા થી જ દિલ્હી પ્લેઓફ
Rohit Sharma-Rishabh Pant

Follow us on

શારજાહ માં આજે મુંબઈ (Mumbai Indians) અને દિલ્હી (Delhi Capitals) વચ્ચે જંગ. એક દેશની આર્થિક રાજધાની છે અને બીજી રાષ્ટ્રીય રાજધાની છે. એક તરફ રોહિત શર્મા (Rohit Sharma) અને બીજી તરફ ઋષભ પંત (Rishabh Pant). ખાસ વાત એ છે કે આ યુદ્ધમાં ઉતરતા પહેલા દિલ્હીને પ્લેઓફ માટે ટિકિટ મળી ચૂકી છે. એટલે કે, હવે તેમની પાસે વધુ મુક્ત રીતે રમવાનું લાયસન્સ છે. જ્યારે મુંબઈનું ભાગ્ય તેના પોતાના હાથમાં છે.

મુંબઈ ઈન્ડીયન્સ માટે હવે હારવાની મનાઈ છે. દિલ્હીની ટીમ 11 મેચમાંથી 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં છે. બીજી તરફ મુંબઈ ઈન્ડીયન્સના 10 મેચમાં 10 પોઈન્ટ છે. હાલમાં, મુંબઈ અત્યારે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે. પરંતુ આ ટીમ પાસે બાકીની તમામ મેચ જીત્યા બાદ પ્લેઓફમાં પહોંચવાની તક છે.

IPL 2021 માં દિલ્હી અને મુંબઈ વચ્ચે આ બીજી મુકાબલો છે. અગાઉની સ્પર્ધામાં બાજી દિલ્હી કેપિટલ્સના નામે હતી. છેલ્લી વખત આ બંને ટીમો શારજાહમાં ટકરાઇ હતી, જેમાં વિજય દિલ્હીના નામે હતો. જો કે, આપણે બંને ટીમો વચ્ચે છેલ્લા 5 મુકાબલાઓના પરિણામો પર નજર કરીએ, તો મુંબઈ ઈન્ડીયન્સ 4-1 થી આગળ છે. આ દમરમ્યાન એકંદરે પરિણામ પણ, મુંબઈનુ જોર દિલ્હીના દમ પર ભારે દેખાય છે. બંને ટીમો એકંદરે 29 વખત આઈપીએલની પીચ પર ટકરાઈ છે, જેમાં મુંબઈએ 16 વખત જીત મેળવી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ માત્ર 10 વખત જીતવામાં સફળ રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુંબઈની સમસ્યા, ડેથ ઓવરમાં રન નહી

જ્યાં સુધી બંને ટીમોનો સવાલ છે, પ્લેઓફની ટિકિટ કાપ્યા બાદ દિલ્હી પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવવાનું વિચારી શકે છે. જોકે, ઋષભ પંત પણ નહી ઈચ્છે કે, તેમની ટીમ પ્લેઓફની લડાઈની શરૂઆત પહેલા હાર સ્વીકારે. બીજી બાજુ, વિજય એ કોઈ પણ સંજોગોમાં મુંબઈ માટે એકમાત્ર રસ્તો છે. પ્લેઓફમાં પહોંચવા માટે હવે તેની બાકીની તમામ મેચ જીતવી જરૂરી છે.

તેમની બેટિંગ મુંબઈ માટે મોટી સમસ્યા રહી છે. ટીમની બેટિંગ ડેથ ઓવરોમાં ખૂબ સંઘર્ષ કરી રહી છે. ડેથ ઓવરમાં મુંબઈ ઇન્ડીયન્સનો સ્કોરીંગ રેટ માત્ર 8.23 ​​છે, જે IPL ની કોઈપણ સિઝનમાં તેમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ગત સિઝનમાં ડેથ ઓવરમાં મુંબઈ ઇન્ડીયન્સનો સ્કોરિંગ રેટ 12.56 હતો.

 

આ પણ વાંચોઃ IPL 2021: કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થઇ ‘અંચાઇ’, ત્રીજા અંપાયરે મેચનુ પાસુ પલટી દીધુ!

આ પણ વાંચોઃ Cricket: અંપાયરે આંગળી ઉંચી ના કરી તો, મેદાન છોડી દીધુ, આ ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને ખેલ ભાવના શિખવી દીધી !

 

 

Next Article