IND vs AFG, T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા માટે આજ થી કરો યા મરોનુ અભિયાન, માત્ર જીત નહી મોટુ માર્જીન પણ જરુરી

|

Nov 03, 2021 | 9:10 AM

Today Match Prediction of IND vs AFG: હવે સવાલ માત્ર જીતનો નથી પણ મોટી જીતનો છે. જીત મોટી હોવી જોઈએ કારણ કે રન રેટ સારો હોવો જોઈએ. મોટી જીતની આ શોધમાં ટીમ ઈન્ડિયાએ પહેલા અફઘાનિસ્તાનનો સામનો કરવો પડશે.

IND vs AFG, T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા માટે આજ થી કરો યા મરોનુ અભિયાન, માત્ર જીત નહી મોટુ માર્જીન પણ જરુરી
India Cricket Team

Follow us on

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં હવે ટીમ ઈન્ડિયા (Team India) માટે બધુ આપવાનો સમય આવી ગયો છે. સવાલ માત્ર જીતનો નથી પણ મોટી જીતનો છે. જીત મોટી હોવી જોઈએ કારણ કે રન રેટ ફિક્સ હોવો જોઈએ. મોટી જીતની આ શોધમાં ટીમ ઈન્ડિયાએ પહેલા અફઘાનિસ્તાન (Afghanistan) નો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અબુ ધાબીમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

જો ભારત આ મેચ નહીં જીતે તો અહીં તેની સેમિફાઈનલમાં જવાની તમામ આશાઓ પણ સમાપ્ત થઈ જશે. બીજી તરફ અફઘાનિસ્તાન પણ જીતવા માંગશે કારણ કે તેમની નજરમાં સેમિફાઇનલની ટિકિટ પણ હશે.

વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતની આ ત્રીજી મેચ હશે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ તેની ચોથી મેચ રમશે. ભારતે અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાને 10 વિકેટે હરાવી હતી, જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમનુ બેન્ડ વગાડ્યું હતું. સતત બે મેચમાં મોટા અંતરથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનો રન રેટ પણ માઈનસમાં છે. બીજી તરફ અફઘાનિસ્તાને અત્યાર સુધી રમાયેલી તેની 3 મેચમાંથી 2માં જીત મેળવી છે જ્યારે 1માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન સામે હાર મળી હતી તો, તેણે નામિબિયા અને સ્કોટલેન્ડને હરાવ્યા છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

T20I માં ભારત-અફઘાનિસ્તાન

T20 ક્રિકેટમાં સામ-સામે સ્પર્ધાની વાત કરીએ તો, અફઘાનિસ્તાન સામે 100 ટકા વિજય સાથે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. બંને ટીમો અત્યાર સુધી બે વખત આમને-સામને આવી ચુકી છે અને બંને વખતે ટીમ ઈન્ડિયાના નામે સટ્ટો લાગ્યો છે. પ્રથમ મેચ વર્ષ 2010માં રમાઈ હતી જેમાં ભારતે 23 રને જીત મેળવી હતી. જ્યારે બીજી મેચ વર્ષ 2012માં રમાઈ હતી જે ભારતીય ટીમે 31 બોલ પહેલા 7 વિકેટે જીતી લીધી હતી. આ બંને મેચ T20 વર્લ્ડ કપમાં રમાઈ હતી. ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) છેલ્લા 9 વર્ષથી T20 ક્રિકેટમાં સામસામે આવ્યા નથી.

 

પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે આ ફેરફારો!

અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થોડો ફેરફાર થઈ શકે છે. સૂર્યકુમાર યાદવ જો ઈજામાંથી સ્વસ્થ હશે તો તે ટીમમાં વાપસી કરી શકે છે. આ સિવાય અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં વરુણ ચક્રવર્તીની જગ્યા મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં ફેરફારની શક્યતા ઓછી છે. ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. ભારત સામે અફઘાનિસ્તાનની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. અસગર અફઘાનનું સ્થાન કોણ લેશે તે જોવું રહ્યું.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: રોહિત શર્માને ઓપનિંગ થી હટાવવાને લઇને વિરેન્દ્ર સહેવાગે પણ ટીકા કરી, 2007ના વન ડે વિશ્વકપને યાદ કરાવ્યો

 

આ પણ વાંચોઃ IND vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ, જાણો

Next Article